Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કાલે અને સોમવારે પાંચ વોર્ડમાં પાણીકાપ

વોર્ડ નં. ર, ૭, ૮, ૧૦ અને ૧૧ ના અડધા વિસ્તારોમાં અસરઃ ન્યારી ફિલ્ટર અને સોજીત્રાનગર પાણીનાં ટાંકાની સફાઇના બહાના તળે પાછલા બારણે પાણી કાપ ઝિંકતુ તંત્ર

રાજકોટ તા. પ :.. શહેરમાં પાણીકાપ હવે ભૂતકાળ બન્યો છે તેવા બણગા ફુંકનાર તંત્ર વાહકોએ હવે ઉનાળામાં વિવિધ બહાનાઓ તળે પાણીકાપ ઝીંકવાનું શરૂ કરી દીધુ છે. કાલે અને સોમવારે શહેર પાંચ વોર્ડનાં અર્ધા વિસ્તારોમાં પાણીનાં ટાંકાની સફાઇ માટે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મ.ન.પા.નાં વોટર વર્કસ વિભાગે કરી છે.આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકાનાં વોટરવર્કસ હસ્તકના ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર કાલે તા. ૦૬ ના રોજ તથા તા. ૮ ને સોમવારે પાણીનાં ટાંકાઓની સફાઇની કામગીરી કરવાની હોય, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ તથા સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં. ર(પાર્ટ), ૭ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ) ના વિસ્તારોમાં તા. ૦૬-૦૩-ર૦ર૧ તથા ૦૮-૦૩-ર૦ર૧ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. 

(3:58 pm IST)