Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોરાના મહામારીને વર્ષ પુરૃઃ શહેર પોલીસે સંક્રમણ રોકવા રાત-દિવસ એક કર્યાઃ 'સેવા' કરી ને જરૂર પડ્યે 'આકરો ડોઝ' પણ આપ્યોઃ ૧૩II કરોડ દંડ વસુલ્યો

અનલોક ૧ થી ૭ના ગાળામાં જાહેરનામા ભંગના ૩૧૬૭ કેસ, લોકડાઉન ભંગના ૬૦૨૯ કેસ, માસ્ક નહિ પહેરવાના-જાહેરમાં થુંકવાના ૨,૨૭,૧૦૦ કેસ કર્યાઃ થુંક-માસ્કનો રૂ. ૧૩ કરોડ ૬૪ લાખ ૧૭ હજાર ૬૫૨ દંડ વસુલ કર્યોઃ સંક્રમણ રોકવામાં સહકાર આપનાર શહેરીજનોનો આભાર વ્યકત કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : સંક્રમણ અટકે લોકો માસ્ક, થુંકના કાયદાનું કડક પાલન કરે એ માટે જ આ દંડ હતોઃ જેણે કાયદાનું પાલન કર્યુ હતું એ દંડાયા નથીઃ બેદરકાર નાગરિક તરીકે નજરે ચડ્યા એમને દંડ ભરવો પડ્યો છેઃ લોકડાઉન વખતે ભોજન, દવા, વાહનની સુવિધા સહિતના સેવા કાર્યોમાં પણ રાજકોટ પોલીસ અવ્વલ રહી : ૨૬૧૭ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાનો પ્રથમ ડોઝ અને ૯૬૨એ બીજો ડોઝ લઇ લીધો

કોરોનાકાળ દરમિયાન રાજકોટ પોલીસે કરેલી કામગીરીની હાઇકોર્ટ દ્વારા પણ પ્રશંસા થઇઃ અનેક સંસ્થાઓએ પોલીસનું સન્માન કર્યુ : શહિદ પોલીસમેનના પરિવારને સહાયઃ કોરોનાથી અવસાન પામેલા શહિદ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલના પરિવારને ૨૫ લાખની સહાય રાજય સરકાર તરફથી મળી હતી તેનો ચેક શહિદના પરિવારજનને અર્પણ કરાયો હતો. આ ઉપરાંત શહિદ પોલીસમેનના પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

રાજકોટ તા. ૫: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લઇ લીધો હતો. કરોડો લોકોની જિંદગીને કોરોનાએ કોળીયો કરી લીધી છે. હજુ પણ આ મહામારી ફૂંફાડો મારી રહી છે. કોરોના મહામારીને એક વર્ષ પુરૂ થતાં આજે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આ મહામારીને અટકાવવા સરકારની માર્ગદર્શિકા મુજબ રાજકોટ પોલીસે રાત દિવસ એક કરી કેવી કેવી કામગીરી કરી તેના લેખાજોખા રજૂ કર્યા છે. પોલીસે લોકડાઉન, કર્ફયુ, અનલોકના સમયમાં સંક્રમણ અટકાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે કાર્યવાહી કરી હતી. લોકોને જરૂર પડ્યે તેમની 'સેવા' માટે પણ પોલીસ ખડેપગે રહી હતી અને ખાખીની અંદર પણ ખૂમારી-મદદ કરવાની ખેવના હોય છે તે વાત ઉજાગર કરી હતી. તો સાથો સાથ કોરોનાને લગતાં કાયદાનો જ્યાં જ્યાં ભંગ થતો જણાયો ત્યાં પોલીસે 'દંડ' રૂપી 'આકરો ડોઝ' પણ આપવો પડ્યો હતો. સમગ્ર વર્ષમાં ૭-અનલોક એટલે કે સાત મહિના દરમિયાન પોલીસે કાયદાના ભંગ બદલ હજ્જારો કેસ કર્યા હતાં. થુંકવાના અને માસ્ક નહિ પહેરવાના જ અધધધ ૨,૨૭,૧૦૦ કેસ કરી રૂ. ૧૩,૬૪,૧૭,૬૫૦ દંડ વસુલ કર્યો છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીનો સામનો કરતાં કરતાં એક વર્ષ પુરૂ થવા પર છે. સરકાર દ્વારા નિયમીત રીતે કોરોનાને કાબુમાં લેવા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં લોકડાઉન, અનલોક એવા તબક્કાઓમાં શહેર પોલીસે પોતાની ફરજ પોતાના અને પરિવારજનોના જીવના જોખમે બજાવી છે અને મક્કતમા પુર્વક કામ કર્યુ છે. જરૂરી સજ્જડ પોલીસ બંદોબસ્ત, ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ અને માનવીય અભિનગમ રાખીને શહેર પોલીસે આ કામગીરી કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આદેશો અને સુચનો મુજબ સમગ્ર પોલીસ તંત્રને પહેલો કેસ જાહેર થતાં જ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. સંક્રમણ અટકે એ માટે બીજા તંત્રવાહકોની સાથે ખભેખભા મિલાવી હોમ કવોરન્ટાઇન સેન્ટરો, આઇસોલેશન વોર્ડ પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકડાઉન બાદ અનલોકમાં શહેર ફરી ધમધમતું થાય તે પણ જરૂરી હતું.

આ માટે સરકારની માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસે તમામ પગલાઓ લઇ, જાહેરનામાઓ બહાર પાડી તેનું ચુસ્ત પાલન કરાવ્યું છે. તો સાથે માનવતાનો અભિગમ પણ જાળવી રાખ્યોહ તો. વિવિધ સંગઠનો સાથે મળીને શહેર પોલીસે કરેલી આ કામગીરીની ગુરજાત હાઇકોર્ટએ પણ નોંધ લઇ આ કામગીરીના વખાણ કર્યા છે. કલેકટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સાથે સતત સંપર્કમાં રહી શહેરને કોરોના મુકત રાખવાની ફરજ બજાવી છે. સરકાર દ્વારા અનલોકના ૧ થી ૭ તબક્કા આપવામાં આવ્યા એ સમયગાળામાં શહેર પોલીસની જવાબદારી વધી ગઇ હતી અને આ સમયમાં સમગ્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમે વધુ ગંભીર બની નિષ્ઠાપુર્વક ફરજ બજાવી છે. અનલોક-લોકડાઉન પછીનું રાજકોટ...એ નામથી એક બૂકલેટ બહાર પાડીને પણ જનતામાં વિતરણ કરાયું હતું.

શહેર પોલીસે અનલોક-૧ થી અનલોક-૭ના ગાળામાં જાહેરનામા ભંગના કુલ ૯૧૬૭ કેસ નોંધ્યા હતાં. જાહેરનામા ભંગના ૬૦૨૯ કેસ કર્યા હતાં. તો ૨૧૮૬૨ વાહનો ડિટેઇન કરાયા હતાં. માસ્ક નહિ પહેરવાથી અને જાહેરમાં થુ઼કવાથી કોરોનાનું સંક્રમણ વધી જતું હોઇ આ કાયદાઓના ભંગ બદલ ૨,૨૭,૧૦૦ કેસ નોંધી કુલ રૂ. ૧૩,૬૪,૧૭,૬૫૨નો દંડ વસુલવામાં આવ્યો છે. સંક્રમણ અટકાવવા માટેના નિયમોને જેણે ભંગ કર્યો હતો તેમને જ આ દંડનો આકરો ડોઝ સહન કરવો પડ્યો હતો. કાયદાનું પાલન કરનારા શહેરીજનો હમેંશા પોલીસની નજરમાં સન્માનનીય રહ્યા છે.

રાત્રી કર્ફયુમાં પોલીસનો માનવીય અભિગય

શહેર પોલીસે રાત્રી કર્ફયુ દરમિયાન અલગ અલગ ચેકપોસ્ટ, ફિકસ પોઇન્ટ પર વાહનો વગર હેરાન થતાં લોકોને પોલીસની ગાડીમાં બેસાડી તેમની મંજીલ સુધી પહોંચાડવાની ફરજ બજાવી છે. લોકડાઉનના સમયમાં જરૂરીયાતમંદોને ભોજન, દવા, વાહનની સુવિધાઓ પણ પુરી પાડી હતી.

તહેવારોમાં વિશેષ કાળજી

અનલોકના સમયમાં કોરોના મહામારીની વચ્ચે લોકોને ઘરમાંથી બહાર નીકળવાની છુટ તો મળી હતી. પરંતુ તેઓ બહાર રહી નિયમોનું પાલન કરે તેનું ધ્યાન પોલીસે ખાસ રાખ્યું હતું. ખાસ કરીને અલગ અલગ તહેવારો જેમ કે નવરાત્રી, દિવાળી, ઇદ, ગણેશ ચતુર્થી સહિતના તહેવારોમાં લોકો મોટા પ્રમાણમાં એકઠા થઇ કોરોનાને લગતા નિયમોનો ભંગ ન કરે તે માટે પોલીસે સતત બંદોબસ્ત, ફૂટ પેટ્રોલીંગ, વાહન પેટ્રોલીંગ રાખ્યું હતું. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડક પાલન કરાવ્યું હતું.

વિશિષ્ટ કામગીરી

હોમ કવોરન્ટાઇન લોકો પર વોચ રાખવા શહેર પોલીસે નવતર પ્રયોગો કર્યા હતાં. જીપીએસની મદદથી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કરી ૧૮૦૬૦ હોમ કવોરન્ટાઇન લોકોને ચકાસાયા હતાં. કવોરન્ટાઇન ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ હતી. આ જ રીતે ડ્રોન કેમેરાનો ગુજરાતમાં સોૈ પ્રથમ ઉપયોગ રાજકોટ પોલીસે શરૂ કર્યો હતો. રાત્રી કર્ફયુ, લોકડાઉનના સમયમાં આવી કામગીરીની બીજા રાજ્યોએ પણ નોંધ લીધી હતી. ડ્રોન કેમેરાથી ૨૦૨૦ કેસ કરાયા હતાં. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાંથી વોચ રખાઇ હતી. ઇ-મેમોના માધ્યમથી ૧,૨૬,૫૯૭ લોકોને માસ્ક વગર નીકળતાં પકડી લઇ દંડ કરાયો હતો. બીનજરૂરી બહાર નીકળનારા સામે કેસ કરાયા હતાં. મોલ, દૂકાનો, હોટેલોમાં સોશિયલ ડિસ્ટન્સનો ંભંગ કરવાના ૧૩૪૭ કેસ કરી બે દૂકાનો સીલ કરાઇ હતી. ડી માર્ટ મોલને ૨૫ હજારનો દંડ કરાયો હતો.

સ્વાસ્થ્ય-આરોગ્યના પગલા

શહેર પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓ કોરોના સામે સલામત રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનો અને બ્રાંચમાં ઓકિસમીટરની વ્યવસ્થા કરાઇ હતી. સેનેટાઇઝર, માસ્કની સુવિધા અપાઇ હતી. વીટામીન સીની ગોળીઓ વિનામુલ્યે તમામને અપાઇહ તી. વાયરસ કલીનર મશીનો પણ મુકાયા હતાં. તમામ અધિકારીઓ, કર્મચારીઓએ નિષ્ઠા પુર્વક કોરોનાકાળમાં ફરજ બજાવી હતી અને તેના કારણે ૨૬૭ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેમને સારામાં સારી સારવાર સુવિધા મળી રહે તેની સતત વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પી. ગોહિલનું અવાસન થતાં સમગ્ર પોલીસબેડાએ દુઃખ અનુભવ્યું હતું. શહીદ પોલીસમેનના પરિવારને રૂ. ૨૫ લાખની સહાય ઉપલબ્ધ કરાવાઇ હતી. તો તેમના પુત્ર દિગ્પાલસિંહ અભ્યાસમાં ખુબ હોશીયાર હોઇ સારામાં સારુ કોચીંગ મળી રહે અને એન.એલ. ઇન્સ્ટી્ટયુટમાં વિનામુલ્યે એડમીશન મળે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

પોલીસનું પ્લાઝમા ડોનેટ

શહેર પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓ કોરોનાને હરાવી સ્વસ્થ થઇ ફરજ પર આવ્યા તેમણે નૈતિક ફરજ સમજી પ્લાઝમા ડોનેટ પણ કર્યુ હતું. આ તમામનું ખાસ સન્માન કરાયું હતું.

નોંધપાત્ર ડિટેકશન

શહેર પોલીસ ઉપર કોરોનાનું સંક્રમણ અટકાવવાની મહત્વની જવાબદારી તો હતી જ, સાથોસાથ રૂટીન ગુનાઓના ડિટેકશનની જવાબદારી પણ હતી. અનલોકના સમયમાં એક વર્ષના ગુમ થયેલા બાળકને શોધી કાઢી બાળક વેંચી નાંખવાના કોૈભાંડનો પર્દાફાશ કરી ટોળકીને પકડી હતી. એક બાંધકામની સાઇટ પર બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મ ગુજારી હત્યા કરવાની ઘટનામાં સિરીયલ કિલરને ઝડપી લેવાયો હતો. આ કાર્યવાહીમાં ડીસીબી પીઆઇ વી. કે. ગઢવી અને ટીમે મહત્વની ફરજ બજાવી હતી. કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજારનો પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી લીધા હતાં.

શહેર પોલીસની સિધ્ધીઓ

કોરોના કાળને લગતી કામગીરીમાં દંડાત્મક અને ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ પોલીસે કર્યો હતો. આ માટે રાષ્ટ્રીય કક્ષામનો સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ શહેર પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અર્પણ કર્યો હતો.  આ ઉપરાંત ઇ-કોપ એપ્લીશેનને પણ ગવર્નન્સ નાઉના પોલીસ એવોર્ડ-૨૦૨૦નો એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત શહેર પોલીસને અલગ-અલગ સંસ્થાઓ, એસોસિએશનો તરફથી પણ સતત કોરોના કાળની પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ એનાયત કરી સન્માનનીત કરવામાં આવી છે.

કોરોના વેકિસનની સુવિધા

એક વર્ષ સુધી કોરોના કાળમાં સતત ફરજ બજાવનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને ફ્રન્ટલાઇન વોરીયર્સ તરીકે સોૈથી પહેલા કોરોના વેકિસન મળે તે માટેની વ્યવસ્થા પણ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના પ્રયાસોથી થઇ શકી છે. કુલ ૨૬૧૭ અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી સ્ટાફ, તાલીમાર્થી, ટીઆરબી, હોમગાર્ડ જવાનોને કોરોનાનો પ્રથમ ડોઝ અપાયો હતો. તે પૈકી ૯૬૨ને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે અને બાકીનાને હાલના તબક્કે બીજો ડોઝ અપાઇ રહ્યો છે. વેકસીન બાદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સંક્રમણ ખુબ ઘટ્યું છે. તેમ શ્રી અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું.

શ્રી મનોજ અગ્રવાલ તેમજ જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપીશ્રીઓ, તમામ પીઆઇશ્રીઓ અને તેમની ટીમો હજુ પણ સરકારની માર્ગદર્શિકા મુજબના કોરોનાને લગતા કાયદાની કામગીરીમાં યથાવત રહ્યા છે. (૧૪.૧૧)

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રજુ કર્યા આખા વર્ષના લેખાજોખા

.લોકડાઉન-રાત્રી કર્ફયુમાં માનવીય અભિગમ સાથે કામગીરી .અનલોક દરમિયાન વિવિધ તહેવારોમાં ખાસ કાળજી રખાવ ી .વાયરસ ફેલાતો અટકાવવા વિશીષ્ઠ કામગીરીઓ કરી .પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં પગલા લેવાયા .અનલોક દરમિયાન નોંધપાત્ર ડિટેકશન પણ કર્યા .શહેર પોલીસે મહામારી અટકાવવા કરેલી કાર્યવાહી બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ મળ્યો .શહેર પોલીસ માટે સોૈથી પહેલા કોરોના વેકિસન પણ ઉપલબ્ધ કરાવાઇ

(3:07 pm IST)