Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૮ માર્ચે વિશ્વ મહિલા દિનઃ કેમ ઉજવવામાં આવે છે, જાણો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ  લાવવાનો છે. પણ શું તમે જાણો છો ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચે જ કેમ મનાવવામાં આવે છે? ખરેખર તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક મજુર આંદોલનથી અસ્ત્તિવામાં આવ્યો છે. એનું બીજારોપણ ૧૯૦૮માં થયું હતું. જયારે ૧૫,૦૦૦ મહિલાઓએ ન્યુયોર્ક શહેરમાં રેલી કાઢી નોકરીમાં ઓછી કલાકો કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત એમની માંગણી હતી કે સારુ વેતન આપવામાં આવે અને મતદાન કરવાનો અધિકાર પણ આપવામાં આવે. એક વર્ષ પછી સોશ્યલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને પહેલા રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકેની ઘોષણા કરી નાખી. આ વિચાર એક મહિલાનો જ હતો. કલાસ ઝેટકીનએ ૧૯૧૦માં કોપ એન્ડ હાઈગેનમાં કામકાજી મહિલાઓની એક ઈન્ટરનેશનલ પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની સલાહ આપી હતી. તે સમયે કોન્ફરન્સમાં ૧૭ દેશોની ૧૦૦ મહિલા હાજર હતી. તે બધાએ આ સલાહને સમર્થન આપ્યું.

સૌથી પહેલાં ૧૯૧૧માં ઓસ્ટ્રેલીયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિત્ઝલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ૧૯૭૫માં મહિલા દિવસને અધિકારીક માન્યતા આપવામાં આવી અને સંયુકત રાષ્ટે્ર આ દિવસને ઉજવવાનું મનાવવાનું ચાલુ કર્યું.

આ સવાલ તો તમારા મનમાં પણ ઉઠતો હશે કે ૮ માર્ચે જ કેમ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. કલારાજેટકીનએ મહિલા દિવસ માટે કોઈ તારીખ નકકી ન હોતી કરી. ૧૯૧૭માં યુધ્ધ દરમિયાન રુસની મહિલાઓએ Bread and Peaceની માંગણી કરી હતી મહિલાઓની હડતાલએ ત્યાના સમ્રાટ નિકોલસને પદ છોડવા માટે મજબુર કરી નાખ્યા અને અંતિરમ સરકારએ મહિલાઓને મતદાન કરવાનો અધિકાર અપાયો તે સમયે રુસમાં જુલિઅન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. જે દિવસે મહિલાઓએ આ હડતાલ કરી હતી. તે તારીખ ૨૩ ફેબ્રુઆરી હતી. ગ્રેગંરીયન કેલેન્ડરમાં આ દિવસ ૮ માર્ચએ મનાવવામાં આવ્યો.(૩૦.૫)

સોલંકી ડિમ્પલ ઈ.

કુંડલીયા કોલેજ ટીવાયબીએે, રાજકોટ

(2:51 pm IST)