Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટના ભગવતીપરાના સમીર બુખારીને ચુનારાવાડ શિવાજી નગરમાં પ્રેમિકા લક્ષ્મીના ઘરે પ્રેમિકાના પુત્રએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો: આરોપી સકંજામાં: પ્રેમિકાને મારકૂટ કરતો હોઇ ડખ્ખો થતા હત્યા

રાજકોટઃ શહેરના ચુનારવાડ પાસે શિવાજી નગરમાં રહેતી લક્ષ્મી ગનીભાઈ સલાટના ઘરે ભગવતીપરામાંથી આવેલા તેના રિક્ષાચાલક પ્રેમી સમીર મુસ્તાકભાઈ બુખારી ઉ.36ને મહિલાના સગીર પુત્રએ વાંસા, બેઠક છાતીમાં છરીના ઘા ઝીંકી પતાવી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. 

મહિલા લક્ષ્મીએ જણાવ્યું હતું કે તેને બે વર્ષથી સમીર બુખારી સાથે પ્રેમ હતો. આજે તે સમીરને જમવા આવવા માટે વારંવાર ફોન કરતી હોઇ સમીરે ઘરે આવી તું શું સતત ફોન કરતી હતી? કહી ઝગડો કરતા અને પોતાને મારકૂટ કરતા પુત્ર વચ્ચે પડતા તેની સાથે સમીર પણ સમીરે ઝગડો કરતા મારા દીકરાએ તેને છરીના ઘા ઝીંકી દેતા હું સમીરને ગુંડાવાડી હોસ્પિટલમાં લઈ ગઈ હતી પણ તેનો જીવ બચી શક્યો નોહતો. 

હત્યાનો ભોગ બનનાર સમીર બે ભાઈમાં નાનો હતો અને તેને 4 સંતાન છે. થોરાળા પીઆઇ બી.એમ. કાતરીયા અને ટીમે આરોપીને સકંજામાં લીધો છે. હત્યાના બનાવથી મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

(9:27 pm IST)