Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મ.ન.પા.ના લોનમેળામાં લોકો ઉમટયા ૪૮પ શ્રમીકોની લોન મંજુર

રાજકોટ, તા. ૪ : ભારત સરકારશ્રી દ્વારા સેવા અને સંકલ્પના ૧૦૦ દીવસ અંતર્ગત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજન જાહેર કરવામાં આવેલ છે. તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી રૂ.૧૦,૦૦૦/- સુધીની ર્વકિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. જેનો મહત્તમ લોકોને લાભ મળી રહે તે માટે શહેરની વિવિધ બેંકો દ્વારા તા. ૦૩ ગઇકાલે અને  આજે તા. ૦૪ ના રોજ સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં આજે બપોર સુધીમાં બેક દ્વારા ૧૬૧ લોકોની લોન મંજુરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં અરજદારના નવા બેક ખાતા ખોલવા, નવી અરજીઓ કરવી તેમજ બેકો દ્વારા લોન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધીમાં ૧૮ નવ ખાતા ખોલવામાં આવેલ. ગઇકાલે ૩૧૪ લોન મંજુર થઇ હતી અને ૯૪ નવા ખાતા ખોલવામાં આવેલ હતા. 

(4:34 pm IST)