Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ડુપ્લીકેટ સોનુ પધરાવી છેતરે એ પહેલા આંતરરાજ્ય ગેંગના અરવિંદ અને સંદિપને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

અરવિંદ હથીયારના ગુનામાં પણ વોન્ટેડ હતોઃ ડુપ્લીકેટ સોનાનુ બિસ્કીટ આપનાર મોરબીના દિવ્યરાજ ઉર્ફ લક્કીની શોધખોળઃ પોલીસે અસલી-નકલી સોનાના બિસ્કીટ, કાર કબ્જે કર્યા

અરવિંદની અગાઉ વડોદરા, સુરત, આણંદ, મુંબઇ, જામનગર, નાગપુર,પુણે, ભરૂચ સહિતના શહેરોમાં ઠગાઇ-ચોરી, લૂંટ, આર્મ્સ એકટ, દારૂ, આઇટી એકટ હેઠળના ૧૯ ગુનામાં સંડોવણી

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારીની ટીમની કાર્યવાહીઃ પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ અને પુષ્પરાજસિંહની બાતમી

રાજકોટ તા.૪ : શહેરના બેડી ચોકડી પાસેથી ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે અસલ સોનુ બતાવી ગીરો તરીકે ડુપ્લીકેટ સોનુ પધરાવી નાણા ખંખેરનાર આંતરરાજયના ગેંગના બે શખ્સો રાજકોટમાં કોઇને છેતરે તે પહેલા જ અસલ અને નકલી એમ બે સોનાના બીસ્કીટ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેકટ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપ પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચના એસપી ડી.વી.બસીયાએ સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.વી.રબારી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે ક્રાઇમબ્રાંચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ મોરબી રોડ પર હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. પ્રતાપસિંહ ઝાલા હરદેવસિંહ જાડેજા અને કોન્સ પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળતા બેડી ચોકડી પાસેથી જીજે૩૬એલ-પ૦૪ નંબરની અલ્ટો કારમાંથી હથીયારના ગુન્હામાં ફરાર અરવિંદ ઉર્ફે શૈલેષ રાજુભાઇ પટેલ (ઉ.૪ર) (રહે. એ/૩ સોહમપાર્ક મુસ્લીમ હોસ્ટેલ પાસે બાકરોલ વલ્લભ વિદ્યાનગર આણંદ)ને અને કારમાં બેઠેલા સંદીપ માવજીભા મેરજા (ઉ.૪૦) (રહે. મહેન્દ્રનગર ગામ હળવદ રોડ મોરબી, મુળનારણકા તા.મોરબી) ને પકડી લઇ તલાશી લેતા બંને પાસેથી એક અસલ સોનાનું બીસ્કીટ અને એક ડુપ્લીકેટ સોનાનું બીસ્કીટ મળી આવતા પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી પુછપરછમાં બંને શખ્સો અલગ-અલગ શહેરોમાં લોકોને લાલચ આપી અસલ સોનુ બતાવી ગીરો તરીકે ડુપ્લીકેટ સોનુ પધરાવી નાણા ખંખેરવાના ગુન્હામાં અગાઉ પકડાઇ ચુકયા હોવાનું જાણવા મળ્યું છે અરવિંદ ઉર્ફે શૈલેષ  પટેલ અગાઉ પુણે, મુંબઇ, વડોદરા, સુરત, આણ્ંા઼દ, અમદાવાદ, ભરૂચ, નાગપુર, જામનગર પોલીસ મથકમાં હથિયાર, છેતરપીંડી, આઇ.ટી.એકટ અને દારૂ સહિતના ૧૯ ગુન્હામાં પકડાઇ ચુકયો છે. અને તેની સાથેનો સંદીપ મેરજા પણ રાજકોટ બીડીવીઝન પોલીસ મથકમાં હથીયાર તેમજ હળવદમાં ધમકી અને માળીયા મીયાણા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં પકડાઇ ચુકયો છે વધુ  પુછપરછમાં બંને પાસેથી અસલ અને ડુપ્લીકેટ સોનાના બીસ્કીટ મોરબીના પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં રહેતા દિવ્યરાજ ઉર્ફે લકકી નરેન્દ્રસિંહ રાઠોડે આપ્યા હોવાની કબુલાત આપી હતી. અને રાજકોટમાં શિકારની શોધમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બંને શખ્સો અલગ-અલગ જગ્યાઓએ લોકોની સાથે મીત્રતા કેળવી વિશ્વાસમાં લઇ પોતાને પૈસાની જરૂરીયાત હોવાનું કહી અસલ સોનું ગીરવે મુકવાનું નકકી કરી ચાલાકી વાપરી અસલ સોનું  બાતવી ડુપ્લીકેટ સોનુ પધરાવી છેતરપીંડી આચરવાની ટેવ ધરાવે છે.આ બન્ને શખ્સો રાજકોટ અને મોરબી વિસ્તારમાં આવા ગ્રાહકો શોધવા નીકળ્યા હતા પોલીસે બન્ને પાસેથી રૂ.૪.૪પ લાખનું અસલ સોનાનું એક બીસ્કીટ તથા રૂ. ૪ હજારની કિંમતનું ડુપ્લેકટ સોનાનું બીસ્કીટ અલ્ટો કાર કબ્જે કરી મોરબીના દિવ્યરાજ ઉર્ફે લકકી નરેન્દ્રસિંહ રાઠોડની શોધખોળ હાથ ધરી છે આ કામગીરી પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.  એમ.વી. રબારી, એ.એસ.આઇ. જયુભા પરમાર, દિગ્વીજયસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા કોન્સ એભલભાઇ બારાલીયા, કોન્સ પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, સોકતભાઇ ખોરમ, મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 

(4:04 pm IST)