Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મુસાફરોનો સ્વાંગ રચી રીક્ષામાં બેઠેલા મુસાફરોના પૈસા સેરવી લેતા બે પકડાયા

બી ડીવીઝન પોલીસે ભાવેશ મકવાણા અને રામજી ઉતેરીયાને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચ્યાઃ વધુ ત્રણ ચોરી કબુલી

રાજકોટ, તા.૪: શહેરના અલગ-અલગ વિસ્તારમાં મુસાફરનો સ્વાંગ રચી રીક્ષામાં બેઠેલા મુસાફરોના પૈસા સેરવી લેતા બે શખ્સોને બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રીક્ષામાં મુસાફરોના પૈસા સેરવી લેતી ટોળકીના બે સભ્યો ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા અને કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી સણોસરા ગામના ભાવેશ દીપકભાઇ મકવાણા (ઉ.વ.૨૪) અને વેલનાથપરા વેલનાથ સોસાયટી શેરી નં.૧ના રામજી ભુપતભાઇ ઉતેરીયા (ઉ.વ.૨૨)ને જી.જે.૩બીજી-૭૬૩૨ નંબરની રીક્ષા સાથે પકડી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ગત તા.૨૩/૧૧ના રોજ સંતકબીર રોડ પર બંગાળી યુવાનના રૂ.૧૫૦૦૦, બે મહિના પહેલા સંજય ઉર્ફે વાંજો મગનભાઇ બાંભણીયા (રહે.ગવરીદળ) સાથે મળી ગોંડલના રીબડા ચોક પાસેથી મુસાફરનો મોબાઇલ, ૨૨ દિવસ પહેલા વિજય ઉર્ફે ટાઇગર દિનેશભાઇ રાઠોડ (રહે.મહાત્મા ગાંધી પ્લોટ-૩ માળ ચોક) સાથે મળી સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી મુસાફરના રૂ.૩૫૦૦ સેરવી ચૌધરી હાઇસ્કુલ ચોક પાસે ઉતારી દીધો હતો અને વિજય ઉર્ફે ટાઇગર રાઠોડ અને ભરત ત્રણેયે સાથે મળી ભુતખાના ચોક પાસે મુસાફરના રૂ.૨૫૦૦ સેરવી લીધા હોવાની કબુલાત આપી હતી. આ શખ્સો વૃધ્ધ અને પરપ્રાંતિયોને ટારગેટ બનાવતા હતા અને ઉલ્ટી થાય છે, દવાખાને જવાનું બહાનું કરી નજર ચૂકવી મુસાફરોના પૈસા સેરવી લઇ અધવચ્ચેે ઉતારી દઇ નાશી જતા હતા. આ કામગીરી પી.આઇ.ઇન્ચાર્જ પીઆઇ.એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસ.આઇ.એચ.એમ જાડેજા, એ.એસ.આઇ.સલીમભાઇ, હેડ કોન્સ કેતનભાઇ, પ્રકાશભાઇ, લાલજીભાઇ, હેમેન્દ્રભાઇ, દિલીપભાઇ, મિતેશભાઇ, વિશ્વજીતસિંહ, મહેશભાઇ, દિવ્યરાજસિંહ અને કિશનભાઇ દ્વારા કરવામાં આવી હતી

(3:38 pm IST)