Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોટા મવામાં ચકલા-પોપટના ચીત્રો પર જુગાર રમાડતો ગોપાલ પકડાયો

તાલુકા પોલીસનો દરોડોઃ રૂ. ૪૬૦ની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૪ : મોટામવા ગામ પાછળ મફતીયાપરા પાસે તાલુકા પોલીસે દરોડો પાડી ચકલા-પોપટના ચિત્રો પર જુગાર રમાડતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મોટા મવા ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના પીઆઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા કોન્સ.હરસુખભાઇ સબાડ સહિતે મોટા મવા ગામ પાછળ મફતીયાપરા પાસે દરોડો પાડી ચકલા-પોપટના ચિત્રો પર જુગાર રમાડતો ગોપાલ બેનાભાઇ મદુરીયા (ઉવ. ૨૦) (રહે.મોટામવા ગામ પાછળ ઝુપડામાં)ને પકડી લઇ રૂ. ૪૬૦ રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. 

(3:32 pm IST)