Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

નાગેશ્વરમાંથી ગઇકાલે ગૂમ થયેલા મહિલા વન સ્ટેપ સખી સેન્ટર પાસે બેભાન થઇ ગયા બાદ મોત

રશ્મિબેનને માનસિક બિમારી હતીઃ ૧૮૧ની ટીમે વન સ્ટેપ સખી સેન્ટરે ખસેડ્યા ત્યાં બેભાન થઇ ગયાઃ ત્યાંથી સારવાર માટે લઇ જવાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૪: જામનગર રોડ પર નાગેશ્વર દેરાસર પાસે પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતાં રશ્મીબેન રમેશચંદ્ર હદવાડીયા (ંકંદોઇ) (ઉ.વ.૪૮) ગઇકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ આજે સવારે જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલ પાસે બેઠા હોઇ તેઓ બિમાર જેવા જણાતાં કોઇએ ૧૮૧ને જાણ કરી હતી. ૧૮૧ની ટીમ તેમને સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ પાસે આવેલા વન સ્ટેપ સખી સેન્ટર ખાતે લઇ ગઇ હતી. અહિ તેઓ બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવી ઇમર્જન્સી  વિભાગમાં લઇ જવાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું.

રશ્મીબેનના સ્વજનોએ ગઇકાલે તેઓ ગૂમ થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમનું સિવિલમાં મૃત્યુ થયું એ પહેલા નામ એડ્રેસ અને ફોન નંબર જણાવ્યા હોઇ તેના આધારે સગાને જાણ કરવા પોલીસે તજવીજ કરી હતી. મૃતકને માનસિક બિમારી હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું. તેમને સંતાન નથી. પતિ રેમન્ડના શો રૂમમાં નોકરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. ૧૦૮ દ્વારા રશ્મિબેનને વન સ્ટેપ સખી સેન્ટરથી સારવાર માટે લઇ જવાયા તે દ્રશ્ય તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:00 pm IST)