Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સહકાર મેઇન રોડ-ભારતીનગર મેઇન રોડ પરથી PGVCLના ટી.સી.બદલાશે

વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટરોના પ્રયત્નો સફળ : વર્ષો જુના પ્રશ્નોનો ઉકેલ થતા લોકોમાં રાહતની લાગણી

રાજકોટ,તા. ૪ : શહેરના વોર્ડ નં. ૧૭ના સહકાર સોસાયટી મેઇન રોડ પર વર્ષો જુની પી.જી.વી.સી.એલ.ના ટી.સી. બદલવાનો પ્રશ્નનો નિકાલ કરવામાં આવતી  વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરોનો પ્રયત્નો સફળ થયા હતા.

આ અંગે કોર્પોરેટરોની યાદીમાં જણાવ્યા મુજબ શહેરની વોર્ડ નં.૧૭ સહકાર સોસાયટી મેઈનરોડ અને ભારતીનગર મેઈનરોડ પર વડલાવાળો  ચોકમાં વર્ષોથી પી.જી.વી.સી.એલ. દ્વારા બે ટી.સી. મુકવામાં આવેલ જે સમય જતા ટી.પીના છેડે રોડ પર નડતરરૂપ થતા સ્થાનિક વિસ્તારના લોકોને તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા અવારનવાર સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદો આવતી, જેના ભાગરૂપે શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અને વોર્ડના કોર્પોરેટર અનીતાબેન ગૌતમગીરી ગોસ્વામી,  રવજીભાઈ મકવાણા અને કોર્પોરેટર કીર્તીબા અનિરુધસિંહ રાણાએ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ પી.જી.સી.એલ. અને કોર્પોરેશનમાં ટી.પી., બાંધકામ અને ગાર્ડન શાખામાં કોર્પોરેટરશ્રીઓ દ્રારા યોગ્ય રજૂઆત કરી હતી.

જેના પરિણામ સ્વરૂપે પી.જી.વી.સી.એલ. તેમજ ટી.પી., બાંધકામ અને ગાર્ડન શાખાના ઉચ્ચ અધિકારીશ્રીઓના સ્થળ મુલાકાત કરી, યોગ્ય પ્રશ્ન લાગવાથી, ટી.સી.નુ સ્થળાંતર કરવાની મંજૂરી આપેલ છે. નજીકના દિવસોમાં ટી.સી.નું સ્થળાંતર થશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ટી.પી. વિભાગ અને બાંધકામ વિભાગ દ્વારા યોગ્ય જગ્યા ફાળવેલ છે. તેમજ જુનવાણી વડના વૃક્ષમાં જરૂરિયાત મુજબ ડાળીઓ કપાવી નાખેલ અને આ જુનો અને મહત્વનો પ્રશ્નનો ઉકેલ લવતા લતાવાસીઓ તેમજ રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. 

(2:56 pm IST)