Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા કુલ ૨૬૬ પશુઓ ડબ્બે પુરાયા

રાજકોટ તા. ૪ : મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૬ નવેમ્બર થી ૨ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો પ્રધ્યુમન પાર્ક પાસે, માંડા ડુંગર તથા આજુબાજુમાંથી ૩૫ (પાત્રીસ) પશુઓ, કોઠારીયા મેઈન રોડ, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૪ (ચૌદ) પશુઓ, છત્રપતી શિવાજી ટાઉનશીપ, રેલનગર, જંકશન માંથી ૨૫ (પચીસ) પશુઓ, પેડકરોડ, મોરબી રોડ, રણછોડનગર સોસાયટી પાસેથી ૩૧ (એકત્રીસ) પશુઓ, ગોકુલપાર્ક, માધવવાટીકા પાસેથી ૧૫ (પંદર) પશુઓ, ૫૬ કવાટર્સ આવાસ, વેલનાથપરા, સેટેલાઈટ ચોક પાસેથી ૩૦ (ત્રીસ) પશુઓ, નિવિદિતાનગર, અર્ચનાપાર્ક, રવિરત્નપાર્ક, તુલશીબાગ, રૈયાટેલીફોન એકસ્ચેન્જ પાસેથી ૧૦ (દસ) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૬૬ પશુઓ પકડવામાં આવ્યા હોવાનું મ.ન.પા.ની યાદીમાં જણાવાયું છે.

(2:55 pm IST)