Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પિતાની હત્યાના ગુનામાં જેલહવાલે રહેલ આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૪ : પિતાના ખુનના આરોપસર જેતુપર જેલમાં રહેલ આરોપીનો જામીન પર છુટકારો ગુજરાત હાઇકોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકિકત જોઇએ તો ધોરાજી તાલુકાના મોટા ગુંદાળા ગામેના રહીશ ફરીયાદી વીનુભાઇ મથુરભાઇ અમીપરાએ તેના જ સગાભાઇ રાજેશ ઉર્ફે રાજુ મથુરભાઇ અમીપરા સામે જેતપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તે મતબલની ફરીયાદ આપેલ કે ફરીયાદી તથા આરોપીના ગુજરનાર પિતા મથુરભાઇ અમીપરા દ્વારા ઘરે આવી કજીઓ કરી આરોપી, ફરીયાદી, ફરીયાદી તથા આરોપીના માતા ત્રણેયને ઘર ખાલી કરી જતા રહેવા કજીઓ કરતા આરોપીએ આવેશ મા આવી દોરડા વડે ગુજરનારને ગાળટુપો દઇ મોત નિપજાવતા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા આરોપીને અટક કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.

બંને પક્ષોની રજુઆતો ગુનાની હકિકતો અને સંજોગો તેમજ પ્રકાર અને આક્ષેપો લક્ષે લેતા અરજદારની તરફેણમાં અદાલતે અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ  માની અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી રાજેશ અમીપરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઇકોર્ટના આશીષ ડગલી રોકાયેલ હતા.

(2:54 pm IST)