Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઉંદાણી પરિવાર દ્વારા કાલે શ્રી સિકોતર માતાજીનો માંડવા ઉંત્સવ

શોભાયાત્રા- ફૂલેકુ, માતાજીની બેઠક, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમ

રકાજકોટઃ ઉંદાણી પરિવાર દ્વારા આવતીકાલે તા.૫ના રવિવારના રોજ શ્રી સિકોત માતાજીના માંડવા ઉંત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
અહિંના કાલાવાડ રોડ લીંબુડીવાડી મેઈન રોડ ઉંપર ૫૦૧- સ્વસ્તિક એપાર્ટમેન્ટ ખાતે આવતીકાલે આયોજીત ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે. સવારે ૭:૩૮ મંડપ મુર્હુત, મુળા સ્થાપન ૮:૦૧, ગણપતિ સ્થાપના- માતાજીનો શણગાર ૮:૧૯, શોભાયાત્રા- ફુલેકુ ૯:૦૯, માતાજીની બેઠક ૧૧:૧૬, માતાજીનો ભોગ બપોરે ૧૨:૩૯, માતાજીની બેઠક સાંજે ૫:૦૪, સંધ્યા આરતી સાંજે ૭:૦૨, મહાપ્રસાદ ૮:૧૦ બાદ રાત્રીના ૯:૪૫ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે. તા.૬ના સોમવારે સવારે ૭:૦૨ મંગળદિવો- આરતી, ૭:૨૦ માતાજીને વિદાય પૂર્ણાહુતી.
ભાવિકોને દર્શનનો લાભ લેવા શ્રી દિલીપભાઈ જૈસુખલાલ ઉંદાણી, શ્રીમતિ સગુણાબેન દિલીપભાઈ ઉંદાણી, સુજીત, પારસ, દર્શન અને પારૂલ તેમજ કાશ્મીરા પારસભાઈ ઉંદાણી, નમ્રતા દર્શનભાઈ ઉંદાણી, પ્રિયંકા ભાવેશકુમાર ઉંદાણી, પૂજા જયકુમાર દોશી દ્વારા નિમંત્રણ અપાયું છે. (મો.૯૮૨૪૬ ૫૦૫૦૧)

શ્રી સિકોતર માતાજીના ગોઠી
શ્રીમતિ સગુણાબેન દિલીપભાઈ ઉંદાણી

 

(10:26 am IST)