Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રમઝટ-૨૦૨૨: કાલાવડરોડ યુનિ.રોડ ડોકટર્સ એસો.દ્વારા નવરાત્રીની ઉજવણી

રાજકોટઃ કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસોસીએશન દ્વારા નવરાત્રી પર્વ નિમિતે રમઝટ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી હતીે. જેમાં એસોસીએશનના ડોકટર્સ અને તેના ફેમીલી મેમ્‍બર્સ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આ તકે ઉપસ્‍થિત સિનિયર-જુનિયર ખેલૈયાઓને પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, વેલડ્રેસ કેટેગરીમાં ભેટ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતા.  આ કાર્યક્રમમાં ઓમેગા હોસ્‍પિટલ એન્‍ડ આઇ.સી.યુ અને આયુધ પિનાક રેમેડીઝનો સહયોગ મળ્‍યો હતો. જેમને એસોસિએશનના પ્રમુખ ડો.વિશાલ ભીમજીયાણી, મંત્રી ડો.પ્રશાંંત ગણાત્રા અને ચેરમેન ડો.મનીષ ગોસાઇ દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડો.હિમાંશુ પરમાર, ડો.કેતન ત્રાંબડીયા, ડો.રિધ્‍ધીશ તન્ના, ડો.જય માકડીયા, ડો.આનંદ કોટેચા, ડો.મૃણાલ આશર, ડો.પ્રણવ ઉનડકટ, ડો.દિપક પારેખ તથા અન્‍ય કમિટિ મેમ્‍બર્સ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.જય માકડીયા દ્વારા કરવામાં આવ્‍યુ હતું

(5:02 pm IST)