Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

શુક્રવારે કારડીયા રાજપુત સમાજના જય ભવાની રાસોત્‍સવ

વજુભાઇ વાળા સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્‍થિતિઃ પાસ વિતરણ ચાલુ

રાજકોટ તા. ૪: શ્રી કારડીયા રાજપુત સમાજ (રામ મંદિર ર-રજપુતપરા રાજકોટ) દ્વારા જય ભવાની રાસોત્‍સવ કાર્યક્રમ તા. ૭-૧૦ ને શુક્રવાર સાંજે પ થી ૧૦ કલાકે જય ભવાની રાસોત્‍સવ, જય સરદાર નવરાત્રી સમિતી ગ્રાઉન્‍ડ, નાના મૌવા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન થયું છે. જેના પાસ મવડી ચોકડી વાડી ઉપર સાંજે ૬ થી ૮ દરમ્‍યાન આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી વજુભાઇ વાળા પુર્વ રાજયપાલ શ્રી કર્ણાટક રાજય, શ્રી ગોવિંદભાઇ પટેલ ધારાસભ્‍યશ્રી રાજકોટ, શ્રી પ્રદિપભાઇ ડવ મેયરશ્રી રાજકોટ, શ્રી ધનસુખભાઇ ભંડેરી પુર્વ ચેરમેન મ્‍યુનીસીપલ ફાયનાન્‍સ બોર્ડ, શ્રી ગંભીરસિંહ પરમાર પુર્વ કોર્પોેટર, શ્રી અજયસિંહ પરમાર પુર્વ કોર્પોરેટર, શ્રી કિશોરભાઇ રાઠોડ ભાજપ શહેર મહામંત્રી શ્રીમતી સોનલબેન સેલારા કોર્પોરેટરશ્રી વોર્ડ નં.૧૩, શ્રી રાજેશ્‍વરીબેન ડોડીયા ચેરમેનશ્રી આરોગ્‍ય સમિતિ રાજકોટ, શ્રીમતી રસીલાબેન સાકરીયા કોર્પોરેટર વોર્ડ નં. પ, શ્રી ચંદુભા પરમાર શ્રી રાષ્‍ટ્રીય રાજપુત કરણી સેવા, શ્રી રમેશભાઇ ચૌહાણ પ્રમુખશ્રી કારડીયા રાજપુત સમાજ બેડીપરા, શ્રી મહેશભાઇ રાજપુત પ્રમુખ શ્રી કારડીયા રાજપુત સમાજ રામનાથ પરા, શ્રી ગોવિંદભાઇ ડોડીયા પ્રમુખશ્રી સમસ્‍ત કારડીયા રાજપુત સમાજ, શ્રી હરેન્‍દ્રસિંહ ડોડીયા પ્રમુખશ્રી કારડીયા રાજપુત કર્મચારી મંડળ, શ્રી પ્રવિણસિંહ હેરમા પ્રમુખશ્રી કારડીયા રાજપુત સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ વિગેરે ઉપસ્‍થિત રહેશે. આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે શ્રી કારડીયા રાજપુત રજપુતપરા રાજકોટના પ્રમુખશ્રી અરૂણસિંહ સોલંકી તેમજ ઉપપ્રમુખશ્રી નવલસિંહ ચુડાસમા તેમજ મંત્રી ગુલાબસિંહ સોલંકી તેમજ તેમની સમગ્ર કારોબારી જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:01 pm IST)