Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાલે ભવાનીધામમાં રાજપૂત સમાજની એકતાના દર્શનઃ ૩૦ હજાર લોકો માટે ભોજન વ્‍યવસ્‍થા

વઢવાણ તાબેના વસ્‍તડી ખાતે ભવાનીધામમાં યોજાનાર શષા પૂજન પ્રસંગની સ્‍થળ પર ચાલી રહેલ તૈયારીની ઝલક.

 

રાજકોટ તા. ૪ :.. ભવાનીધામ ખાતે યોજાનાર શષાપૂજન સમારોહમાં સમગ્ર ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના વિવિધ ફીરકાઓનું વિશાળ એકત્રીકરણએ કદાચ ઇતિહાસની આ પ્રથમ ઘટના છેલ્લા રપ વર્ષથી ચાલતી એકતાનું પ્રતિક બની રહેશે. તેમ વિક્રમસિંહ પરમાર, ડો. અનિરૂધ્‍ધસિંહ  પઢીયાર શ્રી તેજસભાઇ ભટ્ટીએ સંયુકત યાદીમાં જણાવેલ છે. સમસ્‍ત રાજપૂત સમાજના  વડીલો-સર્વ આગેવાનોના માર્ગદર્શનથી છેલ્લા વીસ દિવસથી સતત પ્રવાસ-મીટીંગો અને જનજાગૃતિનાં કાર્યો દ્વારા સમગ્ર સમારોહને આખરી ઓપ અપાઇ રહયો છે. જેમાં વિશાલ બેઠક વ્‍યવસ્‍થા ૩૦ હજાર લોકોની ભોજન વ્‍યવસ્‍થા-૩૦ એકર માં વિશાલ પાર્કીંગ વ્‍યવસ્‍થા ૩૦ હજાર પૂજન કીટ સહિતની વ્‍યવસ્‍થા માટે મુખ્‍ય વ્‍યવસ્‍થા કમીટી મેમ્‍બરો સર્વશ્રી વિક્રમસિંહ ડો. અનિરૂધ્‍ધભાઇ, મહેશભાઇ રાઠોડ, અજીતસિંહ મસાણી, ઘનશ્‍યામસિંહ-હરપાલસિંહ રાઠોડ ભવાનીધામ ખાતે રાઉન્‍ડ ધ કલોક હાજર રહી આજે સંપૂર્ણ વ્‍યવસ્‍થાનું રીહર્સલ કરી રહ્યા છે તે તસ્‍વીરમાં નજરે પડે છે. વઢવાણ તાલુકાના વસ્‍તડી ખાતે ભવાનીધામનું નિર્માણ થઇ રહ્યુ છે. કાર્યક્રમ કાલે દશેરાના દિવસે સાંજે ૪ વાગ્‍યે યોજાનાર છે. 

(4:55 pm IST)