Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અબતક સુરભી રાસોત્‍સવમાં ખેલૈયાઓની જબરી જમાવટઃ મનમુકીને ઝુમ્‍યા

અકિલા પરીવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, મંત્રી બ્રિજેશ મેરજા, કલેકટર અરૂણ મહેશ બાબુ, નીતિન ભારદ્વાજ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રભરના ખેલૈયાઓની પ્રથમ પસંદ અબતક સુરભી રાસોત્‍સવના આંગણે ર્માં જગદંબાની આરાધના કરવાના પાવન અવસર નવલા નોરતાના આઠમાં નોરતે મહાગૌરીની પૂજાનો લાભ લેવા મોંઘેરા અને માનવંતા મહેમાનોની સવિશેષ ઉપસ્‍થિતિથી આયોજનને ચાર ચાંદ લાગ્‍યો હતો. રાસ રસિકો હૈયે હૈયુ દબાય તેવા આહલાદક વાતાવરણમાં જોર સાથે ગરબે ઘુમ્‍યા હતા. આઠમાં નોરતે અબતક સુરભીના આંગણે અકિલા પરીવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહેમાન બન્‍યા હતાં. અબતક સુરભીના ગાયક કલાકાર ફરીદા મીર અને આશીફ જેરીયા, જીતુદાદ ગઢવી ખેલૈયાઓને છેલ્લે સુધી તેમના સુરમાં જકડી રાખ્‍યા હતા. બે વર્ષ બાદ આ વખતે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્‍યો હતો. ફરિદા મીરે ગરબાની અંદર ખૂબ જ ભાવપૂર્વક જલારામ બાપાના ભજન ગાઈને જમાવટ કરી હતી. અબતક- સુરભીમાં કોમી એકતાનું અભૂતપૂર્વ પ્રતિક જોવા મળ્‍યું. વિજેતા ખેલૈયાઓમાં જુનીયર પ્રિન્‍સ જેનિશ પરવાડિયા, જય વડીયા, તુષાર મકવાણા, ભવદિપ રાઠોડ, અસીત રાઠોડ, કાવ્‍યા કારીયા, ધર્મેશ સોલંકી, પરેશ ગોહેલ,  આદિત્‍ય પંડયા, દીવ્‍યજીત પરમાર, જુનીયર પ્રિન્‍સેસ- ધારા મકવાણા, જીયા રાઠોડ, અક્ષરા કાથરાણી, યશ્વિ ફીચડીયા, પાયલ જોષી, માહી કોટક, જાનવી લોહાણા, સુહાસી ગોસાઈ, દેવાંશી રાઠોડ, માહીબા  ચાવડા, જુનીયર પ્રિન્‍સ- ખુશાલ ગોહેલ, અરનવ ગોસ્‍વામી, લકકી સોલંકી, જેનીલ પરમાર, જુનીયર પ્રિન્‍સેસ- દિયાબેન રાણપરા, આયુષી ટાંક, દિતીક્ષા પારેખ, મિશ્રી મહેતા, પલ્લવી સિધ્‍ધપુરા ખુશી રાણપરા વિજેતા થયા હતા.

(4:48 pm IST)