Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વેપારીની લેણી રકમ વસુલ અપાવવાનો દાવો મંજુર : સ્‍મોલ કોઝ કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૪: વેપારીની લેણી રકમ રૂા.૪,૪૩,૭૭૩-૯૦ પૈસા વસુલ અપાવવાનો દાવો રાજકોટની કોર્ટે મંજુર કર્યો હતો.

રાજકોટમાં રહેતા અને વડગામા એન્‍જીનીયર્સના નામથી પ્રોપરાઇટર દરજ્જે મનસુખભાઇ મુળજીભાઇ વડગામા, ઠે.ઘનશ્‍યામ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ૮૦ ફુટ રોડ, ઢેબર રોડ સાઉથ, રાજકોટની સાથે અમદાવાદના વેપારી કે જે ખોડીયાર કોર્પોરેશનના ઓથોરાઇઝ પર્સન પટેલ મનીષભાઇ આર. સાથે એલ્‍યુમીનીય સ્‍ક્રેપ લે-વેચ અંગે એગ્રીમેન્‍ટ થયેલ અને એગ્રીમેન્‍ટ મુજબ બાકી લેણી નીકળતી રકમ રૂ.૪,૪૩,૭૭૩-૯૦ પૈસા ચુકવવાના બાકી રહેતા હતા. આ રકમ વાદી - મનસુખભાઇ મુળજીભાઇ વડગામાએ તેમના એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક દ્વારા, પ્રતિવાદી - પટેલ મનીષભાઇ આર.ને લીગલ ડીમાન્‍ડ નોટીસ મોકલાવેલ જે નોટીસ મળી જવા છતા પણ પ્રતિવાદીએ રકમ ચુકવેલ ન હોય કે કોઇ પણ જાતનો જવાબ પણ આપેલ ન હોય જેથી છેવટે વાદીએ રાજકોટની સ્‍મોલ કોઝ કોર્ટમાં લેણી રકમ વસુલાત મેળવવા મની સ્‍યુટ દાખલ કરેલ. સદરહું કેસમાં પ્રતિવાદીએ તેમના એડવોકેટશ્રી મારફતે હાજર રહેલ.

સદરહુ દાવો બંને પક્ષકારોની હાજરીમાં પુરાવો લીધા બાદ, તમામ દસ્‍તાવેજી પુરાવાઓ, પુરાવાના કાયદા મુજબ ગ્રાહ્ય રાખીને તથા વાદીની જુબાની ધ્‍યાને લઇને તથા વકિલશ્રી હર્ષદકુમાર એસ. માણેકની ફાઇનલ દલીલો ધ્‍યાને લઇને, સદરહું દાવો સ્‍મોલ કોઝ કોર્ટના જજ એન.એન.દવેએ દાવો ખર્ચ સહિત મંજુર કરીને કુલ રકમ રૂા.૪,૬૦,૯૨૫.૯૦ પૈસા ખર્ચ સહિત દાવો દાખલ તારીખથી ચુકવવાનો હુકમ ફરમાવેલ છે અને દાવો મંજુર કરેલ છે. આ કામના વડગામા એન્‍જીનીયર્સ વતી રાજકોટના એડવોકેટ હર્ષદકુમાર એસ.માણેક, મનિષભાઇ બી.ચૌહાણ (નોટરી), સોનલબેન બી.ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા હેતલબેન ભટ્ટ રોકાયેલ છે.

(4:48 pm IST)