Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સદર બજાર સ્થિત સ્ટોક એક્ષચેંજનું ૩૪૦૦ વારનું બિલ્ડીંગ વેંચવા માટે માર્કેટમાં મૂકવા નિર્ણય

રાજકોટઃ શેરબજારમાંથી સેબીની માન્યતા ગુમાવી દેનાર સૌરાષ્ટ્ર - કચ્છ સ્ટોક એક્ષચેન્જ શેર બજારની દુનિયામાંથી અદ્રશ્ય થયા બાદ તેનું કોર્પોરેટ કંપની સૌરાષ્ટ્ર કચ્છ એન્ટરપ્રાઇઝ લી.માં રૃપાંતરણ થયુ છે. આ કંપનીની તાજેતરમાં એજીએમ ઓનલાઇન મળી હતી અને તેમાં પૂર્વ પ્રમુખ હસમુખ બલદેવ અને મિલન મિઠાણીની પુનઃ નિમણુંક બહુમતી સભ્યોની મંજુરીથી કરવામાં આવી હતી. આ બેઠકમાં સદર બજાર સ્થિત બિલ્ડીંગ ખાલી કે ભરેલ કબ્જે વેંચી નાખવાની કાર્યવાહી શરૃ કરવા નિર્ણય લેવાયો હતો. ૩૪૦૦ વારમાં ફેલાયેલ આ બિલ્ડીંગમાં ૧૦૮ જેટલી ઓફિસો - દુકાનો પણ આવેલી છે.

આ બિલ્ડીંગ વેચતા જે કંઇ રકમ મળે તે ૩૪૭ સભ્યો વચ્ચે વહેંચણી કરી દેવાશે તેવું જાણવા મળે છે જે કોઇ રસ ધરાવતા હોય તેઓએ કંપનીના ઓથોરાઇઝ કન્સલ્ટીંગ કંપની સેક્રેટરી નિખીલભાઇ ગજ્જરનો સંપર્ક સાધી શકે છે અથવા ડાયરેકટરોને પણ મળી શકે છે. બિલ્ડીંગના અંદાજીત ૩૦ થી ૩૫ કરોડ મળે તેવી સંભાવના છે.

(4:43 pm IST)