Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લાખાજીરાજ રોડ પર વરલીનો જુગાર રમતો ઇલેશ પકડાયો

રાજકોટ,તા. ૪ : લાખાજીરાજ રોડ પર એ -ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા વૃધ્ધને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ત્રિકોણબાગ સાંગણવા ચોક નજીક લાખાજીરાજ રોડ પર એક શખ્સ જુગાર રમતો હોવાની બાતમી મળતા એ.એસ.આઇ હારૃનભાઇ ચાનીયા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહીતે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ઇલેશ અરવિંદભાઇ ગુર્જર (રહે. પ્રહલાદ પ્લોટ -૨૧, સંતછાયા એપાર્ટમેન્ટ)ને પકડી લઇ રૃા. ૧૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:37 pm IST)