Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધો.૧ થી ગ્રેજ્યુએશન સુધીનો તથા મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલશીપ

કોરોના દરમ્યાન માતા-પિતાનું છત્ર ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃતિ : એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આર્થિક સહયોગ ઉપલબ્ધ : ગ્રેજ્યુએટ થયેલા રમતવીરો માટે પણ જરૃરી સંસાધનો મેળવવાની તક

રાજકોટ તા. ૩ : જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ સતત વધતું જાય છે. શિક્ષણ અને સ્પોર્ટસમાં પારંગત બનવાથી કારકિર્દિને પણ એક નવી દિશા આપી શકાય છે. હાલમાં જીવનોયોગી શિક્ષણ અને રમત-ગમતમાં પારંગતતા મેળવવા ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે.શિષ્વૃતિના સહારે ઉચ્ચ કારકિર્દિ ઘડી શકાય છે. મળતી શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો.....

 આદિત્ય બિરલા કેપીટલ કોવિડ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત આદિત્ય બિરલા ફાઉન્ડેશન દ્વારા ધોરણ એકથી ગ્રેજ્યુએશન સુધિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાનું શિક્ષણ જાળવી રાખવા માટે સ્કોલરશીપ આપવામાં આવેલ છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૧૧/ર૦રર છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૬૦ હજાર રૃપિયા સુધીની સ્કોલરશીપ મળવા પાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ ધોરણ એકથી ગ્રેજ્યુએશન સુધીના (પ્રોફેશનલ તથા નોન પ્રોફેશનલ બંનેમાં) કોર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in./akila/ABCC3

 જીએસકે સ્કોલર્સ પ્રોગ્રામ ર૦રર-ર૩ અંતર્ગત ભારતની સરકારી કોલેજોમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તેજસ્વી અને આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓને વાર્ષિક એક લાખ રૃપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે ૧પ/૧૦/ર૦રર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે.

-અરજી કરવા માટેની પાત્રતા

એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧રમાં ઓછામાં ઓછા ૬પ ટકા કે તેથી વધુ ટકા મેળવ્યા હોય અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ રૃપિયાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in./akila/GSKP2

 કીપ ઇન્ડિયા સ્માઇલીંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ એન્ડ મેન્ટરશીપ પ્રોગ્રામ ફોર સ્પોર્ટસ પર્સન એન્ડ ઇન્ડીવિઝયુઅલ્સ અંતર્ગત કોલગેટ-પામોલીવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા યુવા અને તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણીક કારકિર્દિ આગળ વધારી શકે અને પોતાના સપનાઓ પુરા કરી શકે તે માટે મૂળભૂત-આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે.શિક્ષણ મેળવવા માટે જેઓ પાસે પૂરતા સંસાધનો નથી તેઓને આર્થિક સહયોગ મળી રહ્યો છે પસંદ થનાર ઉમેદવારોને ૩ વર્ષો સુધી વાર્ષિક ૭પ હજાર રૃપિયાની સ્કોલરશીપ મળી શકે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧ર/ર૦રર  છ.ે

-અરજી કરવા માટેની પાત્રતા

અન્ય લોકોની મદદ કરનાર ગ્રેજ્યુએટ વ્યકિત કે જેઓ જરૃરીયાતમંદ બાળકોને ભણાવવા અથવા તો રમત-ગમતનું શિક્ષણ આપતી પ્રવૃતિઓ કરતા હોય તેઓ અરજીપાત્ર છે.ઉપરાંત અરજી કરનાર રમતવીર કે જેઓએ છેલ્લા ર કે ૩ વર્ષો દરમ્યાન રાજય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજય અથવા તો દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હોય અને તેઓને રાષ્ટ્રીય રેન્કીંગમાં પ૦૦ ની અંદર અથવા તો રાજય રેન્કીગમાં ૧૦૦ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેઓ અરજીપાત્ર છે. તેઓની ઉંમર ૯ થી ર૦ વર્ષ વચ્ચે હોવી જરૃરી છ.ે અને પરિવારની કુલ વાર્ષિક આવક પ લાખ રૃપિયાથી ઓછી હોવી જરૃરી છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in./akila/KSSI2

ઉચ્ચ શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દિ ઘડવા માટે ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે.ત્યારે યોગ્ય લાયકાત આત્મવિશ્વાસ સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધાં રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને ઓલ ધ બેસ્ટ(૬.૨૩)

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(4:32 pm IST)