Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બજરંગ યુવા ગ્રુપ દ્વારા મહેશભાઈ રાજપુતની રકતતુલા

રાજકોટઃ બજરંગ યુવા ગ્રુપ દ્વારા ગત રવિવારેના રોજ ૧૨મો મહા રકતદાન કેમ્પ શ્રી સુર્યમુખી બટુક હનુમાનજી મંદિર, ક્ષત્રીય કારડીયા રાજપુત ચોક, કુવાડવા રોડ ખાતે કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં રાજપુત અમાજના યુવાનો અને અન્ય સમાજના અન્ય સમાજના યુવાનો દ્વારા રકતદાન કરવામાં આવ્યું. જે એકઠા થયેલ રકત દ્વારા કારડીયા રાજપુત સમાજના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી  મહેશભાઈ રાજપુતનું રકત તુલા કરી સન્માન  કરવામાં આવેલ હતુ, તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વ.બેચરભાઈ પાંચાભાઈ પરમાર, સ્વ.અભુભાઈ ભીમભાઈ રાઠોડ, સ્વ.સામતભાઈ સાયરભાઈ હેરમા, સ્વ.નીતિનભાઈ મોહનભાઈ પરમાર, સ્વ.રાજેશભાઈ નારણભાઈ નકુમ, સ્વ.કિરણબેન જીગ્નેશભાઈ હેરમા, સ્વ.જીતુભાઈ વસ્તાભાઈ પરમાર, સ્વ.રાજુભાઈ ગગજીભાઇ પરમાર, સ્વ.પ્રશાંત હાર્દિપભાઈ પરમાર બ્લડ ડોનેશન કેમ્પના દાતાશ્રીઓની શ્રદ્ધાંજલિ રૃપે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ આ તકે રમેશભાઈ ચનાભાઈ ચૌહાણ, ચંદુભા બેચરભાઈ પરમાર,  રસીલાબેન પ્રવીણભાઈ સાકરિયા, કિશોરભાઈ સવાભાઇ વાઢેર, ધનરાજ દેવાભાઈ રાઠોડ, ભાર્ગવભાઈ એમ. ઝન્કાત, ધીરૃભાઈ ભીમભાઈ રાઠોડ, ધીરુભાઈ ખેંગારભાઈ ડોડીયા, પ્રવીણભાઈ ગોપાલભાઈ હેરમા, જયસુખભાઈ રણજીતભાઈ રાઠોડ, હરેશભાઈ મણીભાઈ પરમાર, વિક્રમભાઈ અજીતભાઈ રાઠોડ, સહિતના મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ દેવાભાઈ રાઠોડ, ભગુભાઈ રાઠોડ, સવજીભાઈ સાકરિયા, વિક્રમભાઈ રાઠોડ, હાર્દિપ પરમાર, કિશોર સાકરિયા, પ્રવીણભાઈ સાકરિયા, પ્રવીણભાઈ વાઢેર, ભુપતભાઈ સાકરિયા, હિરેનભાઈ ડોડીયા, જશવંતસિંહ ડોડીયા, અશ્વિનભાઈ ડોડીયા, મહેશભાઈ ડોડીયા અને ખોડુભાઈ રાઠોડ સહિત શ્રી બજરંગ યુવા ગ્રુપના આયોજકો-કાર્યકરો-સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)