Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખાદી ગ્રામોદ્યોગ ભવન-ત્રિકોણ બાગમાં ખાદી વળતર ૪૦% થતાં ગાંધી જયંતિએ એક જ દિવસમાં ૧૧ લાખનું વેચાણ

રાજકોટ તા. ૩: મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતીથી રજી ઓકટોમ્‍બરથી ખાદીમાં રિબેટ વળતર ચાલુ થતું હોય છે. આ વખતે આ વળતર ગુજરાત સરકારે ગુજરાત ખાદીમાં ર૦% ને બદલે ૩૦% જાહેર કરેલ છે અને સંસ્‍થાએ પોતાનું વળતર ૧૦% ઉમેરતાં ગુજરાત સુતી ખાદીમાં ૪૦% વળતર શરૂ થઇ ગયેલ છે. પરપ્રાંત ખાદીમાં ર૦% વળતર જાહેર થયું છે. આ વળતર જાહેર થતાં ગઇકાલે રજી ઓકટોમ્‍બરના એક જ દિવસે ખાદીનું ૧૦ લાખનું વેચાણ અને ગ્રામોદ્યોગ હેન્‍ડ્રીક્રાફટ વગેરેનું ૧.પ૦ લાખ મળી કુલ એકજ દિવસે ૧૧ લાખ ઉપરનું વેચાણ થયેલ છે. તેમ અહિંના ખાદીભવન-ત્રિકોણ બાગના મેનેજર શ્રી જીતેન્‍દ્રભાઇ શુકલએ જણાવ્‍યું છે.

ખાદીનું વેચાણ ૪૦% રિબેટ વળતર શરૂ થતાં ગત વર્ષ રજી ઓકટોમ્‍બરે ખાદી ગ્રામોદ્યોગનું વેચાણ ૮.પ૦ લાખનું હતું જે આ વર્ષે ગઇકાલે ૧૧ લાખ ઉપરનું થયેલ છે. વેચાણમાં ર.પ૦ લાખ જેવો વધારો થયેલ છે.

ખાદીમાં હવે વિવિધતાં અને આધુનીકતાનો સમન્‍વય થતાં ડ્રેસી ડિઝાઇનરો તૈયાર કપડાં બનતા ખાદીનાં શર્ટ, પેન્‍ટ, ડ્રેસ, કૃર્તા, કૃર્તી, કોટી, લેઘાં, સુરવાલ વગેરેમાં અત્‍યારના જમાનાની માંગ અનુસાર હોય ગઇકાલે ૪ લાખ જેટલા રેડીમેઇડ, વષાોનું વેચાણ થયેલ. ૧ લાખ ઉપરનાં હાથરૂમાલનું વેચાણ થયેલ. ડેનીમ જીન્‍સ કાપડ જે યુવાનોનું પ્રિય છે તે આઠ-દસ કલરમાં ઉપલબ્‍ધ છે.

ખાદી સાથે ગ્રામોદ્યોગ-હેન્‍ડીક્રાફટની વસ્‍તુ પણ અવનવી આવતાં વેચાણ પણ ૧.પ૦ લાખ જેવું એકજ દિવસમાં થયેલ. આ વળતર ૪૦%નો લાભ લેવા અપીલ કરાઇ છે.

(4:29 pm IST)