Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

શહેર ભાજપ દ્વારા સામૂહિક ખાદી ખરીદી

રાજકોટ : દેશના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી અંતર્ગત  શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરાઈ હતી. ત્‍યારબાદ શહેર ભાજપ  દ્વારા શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સામૂહિક ખાદી-ખરીદીનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ ખાદી ખરીદી કરેલ હતી.

(4:29 pm IST)