Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મનપા તથા ગુજરાત ટુરીઝમના સંયુકત ઉપક્રમે ‘ગાંધી ધૂન' કાર્યક્રમ યોજાયો

રાજકોટ : બીજી ઓક્‍ટોબર પૂજય મહાત્‍મા ગાંધીજીના જન્‍મ જયંતિ રોજ રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિ.ના સંયુક્‍ત ઉપક્રમે તા.૨ના મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે ‘ગાંધી ધૂન' કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા મંચસ્‍થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનાં અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, પ્રમુખ રાજકોટ શહેર ભા.જ.પ. કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય રાજકોટ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ચેરમેન સ્‍ટેન્‍ડિંગ કમિટી પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ શહેરીજનો ᅠઉપસ્‍થિત રહ્યા હતા.  આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્‍થિત મંચસ્‍થ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ. પુષ્‍પગુચ્‍છ, ખાદીનો રૂમાલ તથા સ્‍મૃતિચિહન આપી સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિ.ના અધિકારી એલીશના ઢોલરીયા દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે ડે.કમિશનર એ.કે.સિંહ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.  આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર જયદેવ ગોસાઈ, નિશાસિંગ દ્વારા ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્‍ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' ઉપરાંત ‘પાયોજી મેને રામરતન ધન પાયો', ‘કસુંબીનો રંગ' તેમજ અન્‍ય ભજનો તથા ગીતો રજુ કરવામાં આવ્‍યા હતા. જે સાંભળી ઉપસ્‍થિત સૌ મંત્રમુગ્‍ધ બન્‍યા હતા. 

(4:28 pm IST)