Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન યોજાયું : પ્રારંભ કરતા ભાજપ આગેવાનો

રાજકોટ : દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયેલ હતા તે અંતર્ગત શહરે ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન યોજાયેલ હતું જેનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના વિવિધ અગ્રણીઓએ પ્રારંભ કરાવ્યો હતો.

(4:27 pm IST)