Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કોંગ્રેસી કાર્યકરોનો પોલીસની ફરજમાં રૂકવટ કરવાના કેસમાં નિર્દોષ છૂટકારો

આજથી રર વર્ષ પહેલા પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાના કાર્યક્રમને બંધ કરાવવાના સંદર્ભે... : રાજકોટમાં બહુ ચકચારી બનેલ આ ઘટનામાં કોંગી અગ્રણી જસવંતસિંહ ભટ્ટીની આંખમાં ગંભીર ઇજા થયેલ હતીઃ બિલ્‍ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, જસવંતસિંહ ભટ્ટી સહિતના તમામ કોંગી કાર્યકરોને છોડી મુકાયા

રાજકોટ તા. ૪ :.. ગુજરાત રાજયના પૂર્વ ગૃહમંત્રી સ્‍વ. હરેનભાઇ પંડયાના રાજકોટ ખાતેના કોમ્‍પ્‍યુટરના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસ કાર્યકરોના ટોળાએ કરેલ સુત્રોચાર તથા ઉદઘાટન બંધ કરાવવાના ગુનામાં પોલીસે કોંગ્રેસના કાર્યકરો સામે આઇ. પી. સી. ૩૩ર, ૪૪૭, ૧૪૩, ૧૪૯ ના ગુનામાં અટક કરેલ આ કેસ કોર્ટમાં ચાલી જતા કોગ્રેસ કાર્યકરોને કોર્ટે છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે તા. ર-૪-ર૦૦૦ ના રોજ રાજકોટ ખાતે પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર વિભાગના ઉદઘાટનમાં કાર્યક્રમ રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં રાખવામાં આવેલ હતો અને આ પ્રસંગે ગુજરાત રાજયના પૂર્વ ગૃહમંત્રી સ્‍વ. હરેનભાઇ પંડયા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા હતાં.

આ સમયે કોંરેસના આગેવાન પ્રમુખશ્રી જશવંતસિંહ ભટ્ટી, પરેશભાઇ ગજેરા, શૈલેન્‍દ્રસિંહ રાણા, વિજયસિંહ વાળા, ચંદુભા જાડેજા, ઉકાભાઇ લાવડીયા, જયંતભાઇ ઠાકર, રસીકભાઇ સાવલીયા, અતુલભાઇ લીંબાસીયા, દેવેન્‍દ્રસિંહ ગોહીલ, ભનાભાઇ હેરભા, મુકેશભાઇ રાદડીયા, અનીરૂધ્‍ધસિંહ કાકડીયા, રમેશભાઇ ગઢવી, યોગેશભાઇ વ્‍યાસ, અમરશીભાઇ કરગથરા, રમેશભાઇ તલાટીયા, કેયુરભાઇ મસરાણી, જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાય, ઓસમાણભાઇ વિગેરે કોંગ્રેસ આગેવાનોએ ઉપરોકત કાર્યક્રમનો વિરોધ કરેલો અને સુત્રોચ્‍ચાર કરેલ અને સને ર૦૦૦ ની સાલમાં પાણીની અછત હોય જેની સામે કાર્યક્રમનો વિરોધ કરવામાં આવેલ હતો. જેમાં પોલીસે લાઠીચાર્જ કરેલો અને આ બનાવમાં પોલીસ કર્મચારીઓને ઇજાઓ થયેલ હતી જે તે સમયના પોલીસ અધિકારી બુચની માર્ગદર્શન હેઠળ તમામ ઉપરોકત કોંગ્રેસ કાર્યકરો સામે આઇ. પી. સી. ૩૩ર, ૪૪૭, ૧૪૩, ૧૪૯ વિગેરે અન્‍વયેની સરકાર તરફે જે તે સમયના ઇન્‍ચાર્જ પી. આઇ. શ્રી  ડી. એમ. વાઘેલાએ ફરીયાદો બની ફરીયાદ નોંધાવવાનો હુકમ કરતા શ્રી ડી. એમ. વાઘેલા એ ઉપરોકત તમામ કાર્યકરો સામે ફરીયાદ નોંધાવેલ જે અન્‍વયે જે તે સમયના પોલીસ અધિકારીશ્રી તમામ આરોપીઓની અટક કરેલ અને તપાસ પુર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ.

સદર કેસ એડી. ચીફ જયુડી. મેજી. કે. એમ. ગોહેલની કોર્ટમાં ચાલેલ જેમાં આરોપી તરફે શ્રી પી. એન. કુકાવા તથા એન. એમ. જાડેજાનાએ એવી દલીલ કરેલ કે કોઇ કાર્યક્રમ હોય તેવો કોઇ આધાર ચાર્જશીટ સાથે રજૂ કરેલ નથી કે કોઇ અધિકારી નોકરી ઉપર હોય તેઓએ કોઇ આધાર રજૂ કરેલ નથી. માત્ર રાજકીય રાગદ્વેશ રાખીને હાલનો કેસ કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં જસવંતસિંહ ભટ્ટીએ આંખ ગુમાવી હતી.

ઉપરોકત દલીલો ધ્‍યાને લઇને કોર્ટે ઉપરોકત તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી તરફે રાજકોટના ધારાશાષાી નરેન્‍દ્રસિંહ એમ. જાડેજા, પરેશ એન. કુકાવા, વિરલ ભટ્ટ, સાકરીયાભાઇ રોકાયેલા હતાં.

(4:25 pm IST)