Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લોધીકાના ચીભડામાં પટેલ નવોઢા સેજલ વંડામાં બેભાન થઇ ગયા બાદ મોત

દવા પીધી હોવાની શંકાએ વિસેરા લેવાયા : પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની રાહ

રાજકોટ,તા. ૪ : લોધીકાના ચીભડા ગામમાં રહેતી પટેલ નવોઢા ઘરની બાજુમાં આવેલા વંડામાં કામ કરતી વખતે બેભાન થઇ જતા તેનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લોધીકાના ચીભડા ગામમાં રહેતી સેજલ નીતીનભાઇ વસોયા (ઉવ.૨૪) ગઇ કાલે પોતાની ઘરની પાછળ આવેલા વંડામાં કામ કરતી હતી. ત્‍યારે તે એકાએક બેભાન થઇ જતા તેને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા લોધીકા પોલીસ મથકના હેડ કોન્‍સ. અજયભાઇ અને રાઇટર ધર્મેશભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક સેજલ કાલાવડના ખરેડીમાં માવતર ધરાવતી હતી તેના પાંચ માસ પહેલા ચીભડા ગામના નીતીન વસોયા સાથે લગ્ન થયા હતા. નવોઢાએ દવા પીધી હોવાની શંકાએ તેના મૃતદેહનું પોસ્‍ટ મોર્ટમ કરાવી વેશેરા લેવાયા હતા.

(4:18 pm IST)