Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

નોરતાનો રંગ... સહિયરને સંગ... હાઉસફૂલ ખેલૈયાઓની ભરચક મોજ

નેશનલ ગેમ્‍સના ખેલાડીઓ મહેમાન બન્‍યા, વિજેતા ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવ્‍યા

રાજકોટ : નવલા નોરતાની આઠમી રઢીયાળી રાતે ગ્રાઉન્‍ડ સહિયરમાં ખેલૈયાઓ ભરચક મોજમાં હતા, સહિયર રાસોત્‍સવ ગ્રુપ સમગ્ર ગુજરાતમાં ધ્‍યાન આકર્ષિત કરી રહ્યું છે ત્‍યારે રાજકોટના યજમાને સ્‍પોર્ટસ કાર્નિવલમાં પરફોર્મ કરવા આવેલા નેશનલ ખેલાડીઓએ સહિયરના મહેમાન બન્‍યા હતા. ભારતીય ટીમના કોચ જોયાન્‍ના શેફમેન, પંજાબ, હરિયાણા, મધ્‍યપ્રદેશના મહિલા પ્‍લેયર્સ તથા ટીમ કેપ્‍ટન વોલ ઓફ હોકી સવિતાજી વગેરે સહિયરમાં રાસે રમ્‍યા હતા. સહિયર પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા તમામ પ્‍લેયર્સને સન્‍માનીત કરી શુભકામનાઓ અપાઇ હતી. ડે. કમિશનર આશિષકુમાર સહ પરિવાર સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

આઠમાં નોરતે વિજેતા સિનીયર રવિ જરીયા, દર્શન પીઠડીયા, જીત રાજપૂત, ધ્રુવ ગોહેલ, રોહન રાજપૂત, આયુષ રૈયાણી, વેલડ્રેસ : આશીષ ચાવડા, સિનીયર પ્રિન્‍સેસ : અન્‍ની અગ્રાવત, અલ્‍પા મકવાણા, પ્રિયંકા પડીયા, અમી ત્રિવેદી, અંકુરબા ઝાલા, વિભુષા જોશી, વેલડ્રેસ : ગોપી પિત્રોડા, કિંજલ પિત્રોડા, જુનિયર પ્રિન્‍સ : કનિષ્‍ઠ યાદવ, તક્ષ પરમાર તથા જુનીયર પ્રિન્‍સેસ : નિરવા ધારૈયા, વિદ્યા રાજપૂત, બેસ્‍ટ કપલ શુભમ બ્રહ્મભટ્ટ - કેરવી બ્રહ્મભટ્ટ જાહેર કરાયા હતા.

કલાકારો પણ પોતાના ડ્રેસીંગ પ્રત્‍યે સજાગ હોવાનો પુરાવો આપતા બેસ્‍ટ ડ્રેસીંગ વેલડ્રેસનું સ્‍પેશીયલ પ્રાઇઝ એન્‍કર - સિંગર તેમજ શિશાંગીયાને સહિયરના આયોજક યશપાલસિંહ જાડેજાના હસ્‍તે અપાયું હતું.

વિજેતાઓને ઇનામો સહિયરના આયોજક સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર નિલેષભાઇ, ચંદુભા પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, તિર્થરાજસિંહ ગોહિલ, ડી.બી.ગોહિલ તથા ભાર્ગવીબા, હિરેનભાઇ ચંદારાણા, દિવ્‍યરાજસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ, રાહુલસિંહ ઝાલા, પ્રતિકભાઇ વાઢેર, ઓર્ગેનાઇઝર કરન આડતીયા, આશિષ તન્‍ના, અવધ વાછાણી, એડવોકેટ પિન્‍ટુભાઇ ગોંડલીયા પરિવાર, હસમુખભાઇ પોપટ (બાવરા), પૂર્વેશભાઇ, જયપાલભાઇ ચાવડા, યુવા ભાજપ ઉપપ્રમુખ પ્રવિણભાઇ સાંગલીયા, પાર્થરાજ ચૌહાણ, દર્શન પંડયા, કેયુર રસિકલાલ અનડકટ, યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, અમરીશ પુરોહિત, અમી પુરોહિત, મયુરસિંહ ચાવડા, વિશ્વજીતસિંહ ચુડાસમા, પુષ્‍પરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, જલદિપસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ તથા હરીશચંદ્રસિંહ જાડેજાના હસ્‍તે ઇનામો અપાયા હતા.

સહિયર રાસોત્‍સવની વિશેષ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ ઉપસ્‍થિત રહી સહિયરની સફળતા માટે સુરેન્‍દ્રસિંહ વાળાને શુભેચ્‍છાઓ આપી હતી.

સહિયર રાસોત્‍સવને સફળ બનાવવા આયોજકો પ્રેસીડેન્‍ટઃ શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડઃ શ્રી ક્રિષ્‍નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડન્‍ટઃ શ્રી ચંદુભા પરમાર, સેક્રેટરીઃ શ્રી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટરઃ શ્રી યશપાલસિંહ જાડેજા, કન્‍વીનરઃ શ્રી જયદીપભાઇ રાણુકા, ટ્રાઝરરઃ શ્રી વિજયસિંહઝાલા, વાઇસ સેક્રેટરીઃ શ્રી પ્રકાશભાઇ કણસાગરા, કલચરલ ઓર્ડીનેટરઃ શ્રી સમ્રાટ ઉદાશી, સહ કન્‍વીનરઃ શ્રી ધૈર્ય પારેખ તેમજ ઓર્ગેનાઇઝર ટીમના દિલીપભાઇ લુણાગરીયા (કોર્પોરેટરશ્રી વોર્ડ નં. પ), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકીમ મહેતા (શ્રી સાંઇ એન્‍ટરપ્રાઇઝ), રવિરાજસિંહ જાડેજા (આર. કે. સિકયુરીટી), ધર્મેશભાઇ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવિરસિંહ ઝાલા (યોગી હોટલ-લીંબડી), જગદીશભાઇ દેશાઇ, કરણભાઇ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિશેકભાઇ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઇ રૂપાણી (આર. ડી.) નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડાસરા (જા. ડી. ગોલ્‍ડ), શૈલેષભાઇ ખખ્‍ખર (એસ. કા.) ગુંજન પટાલ, એહમદ સાંદ, યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલભાઇ મણિયાર (વોઇસ ઓફ ડા), હિરેનભાઇ ચંદારાણા (સાગર પેન એજન્‍સી), નિલેશભાઇ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરેશભાઇ બોદરા (સિલ્‍વર કોઇન પ્રા. લી.), ભરતભાઇ વ્‍યાસ (રોટલા એકસ્‍પ્રેસ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઇ ડોડીયા (શીવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ (પેરામાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઇ જટાણીયા, શૈલેષભાઇ પંડયા (આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઇ નથવાણી (શ્રી સોસીંગ) જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:13 pm IST)