Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગયા મહિને બેડી-રોણકી-ગવરીદડ-રતનપર-મવડી-કણકોટ, રામનગરમાં ઢગલા બંધ દસ્‍તાવેજોઃ જીલ્લામાં કૂલ ૧૦ હજારની નોંધણી

સપ્‍ટેમ્‍બરમાં તંત્રને ૬ર કરોડની સ્‍ટેમ્‍પડયુટીની ધોધમાર આવક : જમીન-મકાન-પ્‍લોટ-ફલેટમાં ભારે ધસારોઃ સસ રજીસ્‍ટ્રાર કચેરીઓ હાઉસફુલઃ ખેતીની જમીન માટે ૭૯૩ દસ્‍તાવેજો નોંધાયા : નવરાત્રી અને દિવાળીના આવી રહેલ તહેવારો સંદર્ભે ભારે ધસારોઃ ૧૦ કરોડ ઉપર રજીસ્‍ટર ફીની આવક

રાજકોટ તા. ૪: રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સૂત્રોના કહેવા મુજબ ગયા મહિને સપ્‍ટેમ્‍બર માસમાં નવરાત્રીના તહેવારો તથા આવી રહેલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને જમીન, મકાન, ફલેટ, પ્‍લોટની ખરીદી-વેચાણમાં જબ્‍બરો ધસારો નોંધાયો છે, રાજકોટની તમામ ૮ સબ રજીસ્‍ટ્રાર કચેરી હાઉસફુલ બની ગઇ છે, ઓનલાઇન ૧પ દિ'એ વારો આવી રહ્યો છે, તમામ ફલોટ હાઉસફુલ બની ગયા છે, વકીલો-દસ્‍તાવેજ કરનારાઓમાં ભારે ધસારો ઉદ્દભવતા તમામ આઠેય કચેરી મોડી રાત સુધી કાર્યવાહી કરી રહી છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે રાજકોટ-૮ ઝોન કચેરી ઉપરાંત સમગ્ર જીલ્લામાં થઇને એક મહિનામાં કુલ ૧૦ હજાર દસ્‍તાવેજી નોંધણી થતા સરકારને સ્‍ટેમ્‍પડયુટીની ધોધમાર ૬ર કરોડની તો રજીસ્‍ટ્રાર ફીની ૧૦ કરોડ ઉપર આવક નોંધાઇ છે.

ગયા મહિને રાજકોટના ઝોન-રમાં ૧૭૧ર, ઝોન-૪માં ૧૦૩૯, ઝોન-૬માં ૧રર૧, ગોંડલ-૧૦૭૩ દસ્‍તાવેજો નોંધાયા હતા.

અહી રાજકોટ-૮ રૂરલ ફકત ખેતીની જમીન માટે દસ્‍તાવેજ નોંધણી થાય છે, તેમાં પણ આ વખતે ૭૯૩ દસ્‍તાવેજો નોંધાયા હતા, આ વિસ્‍તારમાં રપ ગામડાઓનો સમાવેશ થાય છે.

જયારે રાજકોટ-૧માં વોર્ડ નં.૧થી ૧૦, રાજકોટ-ર-મોરબી રોડમાં વોર્ડ નં.૧૧ થી ૧૩, ૧૭,૧૮ બેડી રોણકી-ગવરીદડ-રતનપર...

રાજકોટ-૩ જામનગર રોડ,-વોર્ડ નં.૧૪ થી ૧૬, માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, મનહરપુર..રાજકોટ-૪ રૈયા-મૂંઝકા-વેજાગામ-વાજડીગઢ, રાજકોટ-પમાં નાનામવા, મોટામવા, વાજડી વીરડા, હરિપર, વાજડી, રાજકોટ-૬માં મવડી-કણકોટ-રામનગર, રાજકોટ-૭માં કોઠારીયા, વાવડી-થોરાળા, કાળીપાટ અને લાપાસરી વિસ્‍તારનો સમાવેશ થાય છે.

જયારે રાજકોટ-રૂરલ-૮માં રાજકોટ, બેડી, રોણકી, ગવરીદડ, રતનપર, માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, મનહરપુર, રૈયા, મુંઝકા, વેજાગામ, વાજડીગઢ, નાનામવા, મોટામવા, વાજડી વીરડા, હરીપર, મવડીપ કણકોટ, રામનગર, કોઠારીયા, વાવડી, થોરાળા, કાળીપાટ, લાપાસરીનો સમાવેશ થાય છે, રાજકોટ-૮ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં ફકત ખેતી માટેના દસ્‍તાવેજોની નોંધણી થતી હોવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

સબ રજીસ્‍ટ્રાર કચેરી   દસ્‍તાવેજો      સ્‍ટેમ્‍પ ફી       રજીસ્‍ટર ફી

ઝોન-૧           ૭૮૦      ૩૬૭૦૭૩૧૦ ૬૮૭પર૬પ

ઝોન-ર           ૧૭૧ર     ૬૯૪૯૯૪૭૮      ૧૧૧૧૭૩૮૦

ઝોન-૩           ૮૬૯      ૪૭૩ર૯૭૬પ      ૭૭૩૮૧પપ

ઝોન-૪          ૧૦૩૯     પ૩પ૧૩૭૪૪      ૮૭૮પ૧૧પ

ઝોન-પ          ૭પર      ૬૦૧૭૮ર૬૩       ૯૬૭૮૯૧૦

ઝોન-૬           ૧રર૧     ૬૪૧૭૦૯૦૭૬    ૧૦પર૮૮ર૧

ઝોન-૭          ૬૬૧       રપ૦૦૪૭૬૩      ૪૧પ૧૬૦૦

ઝોન-૮           ૭૯૩      ૩૦૧૬૧પરપ      ૪૭૮૭૦૦૦

ગોંડલ            ૧૦૭૩     ર૮૩૪૧ર૯૮ ૪૭૩૬૬ર૪

કો.સાંગાણી      પ૦૯      ૧૬૧૧૪૭૦૩ ર૮ર૪૦૭૦

લોધીકા          ૮૯૬      ૩૩પ૩રરર૪ પ૬૪૮૪૧૦

જેતપુર           ૭૧પ      ૧૭૬૬૪૭૮૧      ૩૩૯ર૮૪૦

જસદણ          ૪૧૯      ૯૪૯પ૦૧૦ ૧પ૭૪૮૧પ

ઉપલેટા          ૩૩૪       ૬૩૭પ૯૩૦ ૧ર૦૬૪૯૦

જા.કંડોરણા       પ૭       રપ૪૭પ૦ ૧રર૮૪૦

વિછીંયા          ૮ર        ૬રર૪રપ   ૧૮પ૦૩૦

પડધરી          ર૯૬      પ૩૭૦ર૬ર ૧૦૭૧૮૪૦

ધોરાજી           ૩૪પ      ૧૦૧૬ર૬૮૦ ર૧૪પ૬૩૦

કુલ              ૧૦ હજાર કુલ ૬ર કરોડ     કુલ ૧૦ કરોડ

        ઉપર દસ્‍તાવેજ        સ્‍ટેમ્‍પ ડયુટી ફી        ઉપર રજી. ફી

(4:08 pm IST)