Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આકાશમાંથી ઉતર્યા ભોળા ભવાની મા

રાજકોટ : નવલા નોરતાની કાલે દશેરાની ઉજવણી સાથે પુર્ણાહુતિ થશે. આઠ આઠ દિવસથી શહેરની પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માતાજીના ગરબાની રમઝટ બોલાવી રહી છે. ભકિત અને આરાધનાના પર્વમાં ભાવિકો - મંડળો દ્વારા ચોકે ચોકે ગરબીનું આયોજન કરવામાં આવી રહયું છે.

આઇશ્રી ખોડીયાર માતાજીગરબી મંડળ

આશરે છેલ્લા પં૦ વર્ષથી પણ વધારે સમયથી ભોમેશ્વર પ્લોટ જામનગર રોડ પર આવેલ આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરે  ગરબીનુેં આયોજન કરવામાં આવે છે. જયાં ગરબી મંડળની બાળાઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી કે રોકડ રકમ લેવામા઼ આવતી નથી. ગરબી મંડળની બાળાઓ દ્વારા જુના અને પ્રાચીન ગરબા રજુ કરવામાં આવે છે. કે, ભુવા રાસ, ગાગર રાસ, રાધે ક્રિષ્ના રાસ, તલવાર રાસ, લાડકી દિકરીનો રાસ, ટીપ્પણી રાસ, શ્રવણ કથા, સીતા સ્વંયવર તથા મહીસાસુર વધ રાસ જેવા વિવિધ પ્રકારના રાસ રમાડવામાં આવે છે.  બધા રાસ માટે  નાની બાળાઓ એક મહિનાથી પ્રેકટીસ કરવામાં આવી છે. આઇશ્રી ખોડીયાર  મંદિર જુનુ અને જાણીતુ હોવાથી માનવ મહેરામણ વિવિધ પ્રકારના રાસ જોવા માટે આવતા હોય છે. આ માતાજીના નવ નોરતા દરમિયાન ગરબીની બાળાઓને ઉપયોગમાં આવે તેવી લ્હાણી તથા અલગ અલગ નાસ્તો તથા આઇસ્ક્રીમ તથા ઠંડા પીણા પ્રસાદી રૃપે જમાડવામાં આવે છે. આ ગરબીનું આયોજન સ્વ. મોહન ભગત દ્વારા કરવામાં આવતુ હવે તેમના પુત્ર કાળુભાઇ મહંત તથા ગરબી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:52 pm IST)