Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાલે દિવ્યાંગોનો રાસ મહોત્સવ

રાજકોટ તા.૪: વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં છેલ્લા ૬ વર્ષથી દિવ્યાંગજનો માટે રાજયકક્ષાનો દિવ્યાંગ રાસ મહોત્સવ કરવામાં આવે છે. આ અનુસંધાને તા.૫ને બુધવારે દશેરાના દિવસે ૧૫૦ ફુટ રિંગરોડ–૨, કટારીયા શો–રૃમથી મુંજકા તરફ, કાઠિયાવાડી.કોમ રેસ્ટોરેંટની બાજુમાં સાંજે ૫થી ૧૦ સુધી દિવ્યાંગજનો માટે ભવ્ય રસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં દરેક શ્રેણીના શ્રેષ્ઠ લૈયાઓને ઇનામ પણ આપવામાં આવશે પ્રમુખ રાજુભાઇ કાકડિયા દ્વારા માર્ગદર્શન પુરૃ પાડવામાં આવ્યુ છે. મહેમાન તરીકે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી દિનેશભાઇ વોરા તથા કિશોરભાઇ સોરઠીયા, પુનમબેન કોરાટ, અશ્વિનભાઇ ચૌહાણ, જીતેન્દ્રભાઇ ચૌધરી, રોનકભાઇ ચોવટીયા, કમલેશભાઇ ટોપીયા, દિલીપભાઇ નાગલા, સંજયભાઇ કામાણી તથા દશરથભાઇ ગાંધી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તેમજ પાસ મેળવવા કમલેશભાઇ ટોપીયા ૯૦૩૩૩ ૨૩૧૫૪નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:48 pm IST)