Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કોઠારીયાનગર સંઘ શાખા દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉજવણી

રાજકોટ તા.૪: શહેરમાં અલગ–અલગ ત્રણ સ્થાન પર આનંદનગર, રણુજાનગર તથા કોઠારીયા નગરદ્વારા વિજયાદશમી ઉત્સવની પૂર્વ ઉજવણી કરાઇ હતી. તેમાં શિસ્તબધ્ધ, ગણેશધારી સ્વયંસેવકોના શારીરિક કાર્યક્રમો, દંડ, યોગાસન, ઘોષ, રાષ્ટ્રભકિતના ભાવ સાથે યોજાયા હતા. નાના શિશુ સ્વયંસેવકોનું ગોપુરમ, નિઃયુધ્ધ સૌનું ધ્યાન ખેચતું હતું. તરૃણો દ્વારા દંડ, સંચલન, વ્યાયામ યોગ તથા કતાર બધ્ધ સ્વયંસેવકોએ સાથે મળીને ગાયેલું ગીતએ બધુ જ વાતાવરણમાં રાષ્ટ્રભકિતને સૌરભ પ્રસરાવતું હતું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ પ્રાત તથા વિભાગના જવાબદાર અધિકારી ડો. સંજીવભાઇ ઓઝા, શ્રીમહેશભાઇ જીવાણી, શ્રીદિનેશભાઇ પાઠકના ઉદબોધનમાં વ્યકિત ઘડતરથી રાષ્ટ્રનું ઘડતર થશે. એ વિષય પર પ્રવચન આપેલ અતિથિ તરીકે બહાદુરભાઇ બરાડીયા, મનીષભાઇ માદેકા, હરેશભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા ેતેમ અશોકભાઇ મકવાણા વિસ્તાર કાર્યવાહીની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)