Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજકોટ જીલ્લામાં ચાલતા તમામ પ્રોજેકટો ઝડપથી પુરા કરો : મંજુર થયેલા કામો સત્‍વરે શરૂ કરો

કલેકટર દ્વારા સમીક્ષા બેઠક : પાણી પુરવઠા-આરોગ્‍ય-પંચાયત-સિંચાઇને આવરી લેવાયા

રાજકોટ, તા. ૪: રાજકોટ જિલ્લામાં નિર્માણાધીન વિવિધ વિકાસકાર્યોની જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના પ્રોજેક્‍ટની વર્તમાન સ્‍થિતિનો તાગ મેળવવામાં આવ્‍યો હતો. કલેકટરશ્રીએ જિલ્લામાં આગામી સમયમાં આકાર લેનારી નવી જી.આઈ.ડી.સી.ઓ તેમજ રાજકોટ મહાનગર પાલિકાના લાઈટ હાઉસ, બ્રિજ સહિતના વિવિધ પ્રોજેક્‍ટ્‍સ, રેલવે વિભાગ તેમજ નેશનલ હાઇવે, સાયન્‍સ મ્‍યુઝિયમ, પાણી પૂરવઠા, આરોગ્‍ય વિભાગ, પંચાયત સિંચાઈ, પંચાયત રાજ્‍ય સહિતના વિભાગો સાથે વિમર્શ કર્યો હતો.

તેમણે પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્‍પો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ મંજૂર થયેલા પ્રોજેક્‍ટના કામ સત્‍વરે શરૂ થાય તે જોવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર,  જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:36 pm IST)