Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધ્રોલ એમ.ડી.મહેતા સંકુલમાં નવરાત્રી ઉત્‍સવ યોજાયો

ધ્રોલ તા.૪ : એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્‍ટના પટાંગણમાં નવરાત્રી મહોત્‍સવનું આયોજન છેલ્લા પચાસેક વર્ષોથી કરવામાં આવી રહેલ છે. આ નવરાત્રી પ્રસંગે શકિતની ભકિતકરવા માટે આ શાળાની બાળાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાઓ લઇને કરવામા આવે છે. તેમજ શાળામાં ચાલતા પ્‍લે હાઉસના નાના નાનાભુલકાઓને પણ આ પ્રસંગે સ્‍ટેજ ઉપર તેમને તૈયાર કરાવવામાં આવેલ કૃતીઓ સુંદર રીતે રજુ કરે છે.

આ સંસ્‍થામાં અભ્‍યાસ કરતી બાળાઓના ત્રણ ગ્રુપો બનાવીને તમામ બાળાઓ આ નવરાત્રીમાં લાભ લઇ શકે તેવું આયોજન સંસ્‍થા તરફથી કરવામાં આવે છે. નવરાત્રી પ્રસંગે બાળાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની થીમ તથા તેની ટ્રેનીંગ કોરીયોગ્રાફર અંજનાબેન અગ્રાવત તથા નીધીબેન અગ્રાવત અને ભાગ્‍યશ્રીબા જાડેજા દ્વારા આપવામાં આવેલ છે. સેક્રેટરશ્રી સુધાબેન ખંઢેરીયા, હંસાબેન મહેતાતથા છાત્રાલયના ગૃહમાતા ઉષાબેન પટેલ સહિત જહેમત ઉઠાવીને કાર્યક્રમનું સંચાલન કરે છે.

(1:39 pm IST)