Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાળીપાટમાં કૂતરાને તગડવા મામલે ડખ્‍ખોઃ પથ્‍થરમારો થતા ત્રણને ઇજા

મોહનભાઇ, તેના પુત્ર રાહુલ અને સામા પક્ષે હિરેનને ઇજા

રાજકોટ તા. ૪: ત્રંબા નજીક આવેલા કાળીપાટમાં કૂતરાને તગડવા પથ્‍થર ફેંકતાં થયેલી બોલાચાલી બાદ પિતા-પુત્ર પર પડોશીઓએ જ પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અન્‍ય અક યુવાન પણ પોતાના પર પાણાવારી થયાની ફરિયાદ સાથે હોસ્‍પિટલમાં પહોંચ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાળીપાટ રહેતાં અને છુટક મજૂરી કરતાં મોહનભાઇ ચકુભાઇ લણુશીયા (ઉ.૪૫) તથા તેના પુત્ર રાહુલ મોહનભાઇ લુણેશીયા (ઉ.૧૮) પર સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે ગાંગાભાઇ અને અજાણ્‍યાઓએ પથ્‍થરમારો કરતાં ઇજા થતાંરાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં. તેમજ આ ગામનો અન્‍ય એક યુવાન હિરેન દામજીભાઇ ચાંડપા (ઉ.૨૩) પણ પોતાના પર રણજીત સહિતે પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડાયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના  કલ્‍પેશસિંહ ગોહિલે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મોહનભાઇએ જણાવ્‍યું હતું કે ઘર પાસે કુતરા ભેગા થઇ ભસતાં હોઇ તેને છોકરાએ પાણકો મારી દૂર ભગાડતાં બોલાચાલી કરી હુમલો કરવામાં આવ્‍યો હતો.

(12:06 pm IST)