Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજકોટ બાર એસો. દ્વારા આવતીકાલે વકીલ પરિવારો માટે રાસ-ગરબાનું આયોજન

રાજકોટ,તા. ૪ : આવતીકાલે તારીખ ૫-૧૦-૨૦૨૨ને વિજ્‍યાદશમીના રોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પારિવારિક વાતાવરણમાં વકીલ પરિવાર માટે તથા જજીસ પરિવાર માટે ૧,૦૦,૦૦૦ મેગાવોટ સાઉન્‍ડ સીસ્‍ટમ તથા ઓરકેસ્‍ટ્રાના સથવારે ભવ્‍યતી અતિ ભવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ બારના તમામ અધિવકતાશ્રીઓને સહપરિવાર પધારવા અને ઉત્‍સાહભેર ભાગ લેવા રાજકોટ બાર એસોસિએશન તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ રાસોત્‍સવમાં (ટ્રેડિશનલ ડ્રેસમાં) ભાગ લેનાર તમામ વકીલ તથા જજીસશ્રીઓ અને તેમના પરિવારને જુદા-જુદા ઇનામો દ્વારા સન્‍માનિત કરવામાં આવશે.
જેમાં પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસ, વેલ ડ્રેસ તથા અન્‍ય પ્રોત્‍સાહિત ઇનામોની વણઝાર પાથરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વિશેષ પ્રોત્‍સાહક ઇનામો આપવામાં આવશે.
આ રાસોત્‍સવનું સ્‍થળ : ‘પ્રતિ લોક પાર્ટી પ્‍લોટ' નાના મવા મેઇન રોડ, નાના મવા સર્કલ પાસે, સમય ૮ થી ૧૨ દરમ્‍યાન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બાર એસો.ની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તેમ પ્રમુખશ્રી અર્જુનભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(11:01 am IST)