Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લોધીકા પોલીસ આયોજીત ગરબી મહોત્‍સવમાં રાસ ગરબાની રમઝટ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા.૩ : શહેરમાં ગરબી મંડળો દ્વારા આદ્યશક્‍તિમાંની આરાધનાના પર્વ નવરાત્રીની ભક્‍તિ ભાવપૂર્વકᅠ ઉજવણી થઈ રહેલ છે આર્વાચીનના માહોલ વચ્‍ચે પણ અહિં પ્રાચીન ગરબાઓના સથવારેમાં શક્‍તિની ઉપાસના થઈ રહેલ છેᅠ

જેમાં લોધિકા પોલીસ સ્‍ટેશન ખાતે યોજાતી મારૂતી ગરબી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્‍સવમાં ગામની દરેક ગરબી મંડળને આમંત્રિત કરી રાસ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શહેરમાં યોજાતી ગાયત્રી ગરબી. ગોકુળ ગરબી. ચામુંડા ગરબી ભવાની ગરબી નવદુર્ગા ગરબી રાંદલ ગરબી ખોડીયાર ગરબી વગેરે ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ ગરબા રજૂ કરવામાં આવેલ હતા માં શક્‍તિ સ્‍વરૂપ નાની નાની બાળાઓ પણ વિવિધ ગરબાઓમાં હિચ રાસ, બેડા રાસ વગેરે રાસના સથવારે લીન થઈ ગયેલ સમગ્ર વાતાવરણ ભક્‍તિ ભાવ થઈ ગયેલ. જેમાં પણ લોધિકાના કુંવરી સ્‍વ. ચંદ્રાબાᅠ જાડેજા રચિત ગરબાઓમાં કચ્‍છ ભુજમાંᅠ તારા બેસણા માંડી આશાપુરા તથા લોધિકા શેરને ચાર ચોક નગર અલબેલા વગેરે ગરબાઓ આકર્ષણ જમાવે છે આ મહોત્‍સવ નિમિત્તે પોલીસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડમાં અનન્‍ય લાઈટ ડેકોરેશન વિશાલ સાઉન્‍ડ સિસ્‍ટમ વગેરેનુ આકર્ષણનો કેન્‍દ્ર બનેલ હતું

આ મહોત્‍સવમાં બાળાઓને પ્રોત્‍સાહિત કરવામાં લોધિકા સ્‍ટેટ જોગેન્‍દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણી, પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા સહીત મહાનુભાવો હાજર રહેલ હતા અને તેમના દ્વારા તેમજ મુખ્‍ય મહેમાનો દ્વારા ગરબી રમતી બાળાઓને ઈનામ (લાણી)નુ વિતરણ કરવામા આવ્‍યું હતુ. જયારે આ મહોત્‍સવને સફળ બનાવવા લોધિકા પોલીસ સ્‍ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(10:44 am IST)