Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કંઇ જોખમ નથી ડરો ના, મુકો વેકસીન કોરોના

ડો.પુરૂષોતમ પીપરીયાએ વેકસીનની રસી લીધી

રાજકોટઃ આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ જલારામ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓને થયેલ અનુભવ સોશ્યલ મિડીયામાં પણ શેર કર્યો હતો. તેઓએ જણાવેલ કે માત્ર આધાર કાર્ડ લઈ ને હોસ્પિટલે જવાથી રજીસ્ટ્રેશન કરી શકાય છે. રજીસ્ટ્રેશન થયા પછી મેનેજમેન્ટ તરફથી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે.  વેકિસન લેવા માટે ની વહીવટી કાર્યવાહી આશરે વીસ મિનિટ જેટલા નહીવત સમયમાં સંપન્ન થયા બાદ વેકિસન રૂમમાં ડોકટરની નિગરાણી મા અનુભવી અને કવોલિફાય સિસ્ટર બે થી ત્રણ મીનીટમા ઇંજેકશન દ્વારા રસીકરણ કરી આપે છે.

 રસી મૂકવા માટે ઉચ્ચતમ કક્ષાના ઇંજેકશન ઉપયોગ લેવામાં આવેલ હોવાથી લેશ માત્ર દુખાવો થયો ન હતો. અનુભવી અને કવોલિફાય સિસ્ટર બે થી ત્રણ મીનીટ મા ઇંજેકશન દ્વારા રસીકરણ કરી આપે છે. રસીકરણ પુરુ થયા બાદ ડોકટર યુઝ એન્ડ થ્રો બોટલમાં લીંબુ, આદુ, સહીત ઓસડીયા યુકત હાઈજેનીક એનર્જીક ડ્રિંક પીવડાવી હોસ્પિટલમાં પણ અપનાપનનો અહેસાસ કરાવે છે.  રસીકરણ થી કોઈપણ વિપરીત અસર થતી નથી કે ખતરો નથી તેમ છતા તકેદારીના ભાગરૂપે અડધી કલાક બેસવું તે આપણા હીતમાં છે.  રધુકુળ હોસ્પીટલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કેતનભાઈ પાવાગઢી અને રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ મદદરૂપ થયા હતા. (મો.૯૪૨૭૨૨૦૫૪૪)

(4:17 pm IST)