Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પાટણના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત પ ઝડપાયા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૪ :.. પાટણની ભવાનીપાર્ક સોસાયટીમાં રહેતા પ૮ વર્ષીય એક આઘેડને એક ટોળકીએ તેના આગોતરા આયોજન સાથે પૈસા પડાવવા માટે કરી મહિલાનો ઉપયોગ કરી આઘેડને ઉસ્‍કાવી તેની સાથે શરીર સુખ માણવા મજબૂર કર્યા બાદ ધોકાથી તેમજ ગડદા-પાટુનો માર મારી રિવોલ્‍વર બતાવી મૃત્‍યુના ભયમાં મુકી એક ગાડીમાં અપહરણ કરી રસ્‍તામાં તેઓ પોલીસ હોવાનો સ્‍વાંગ રચી ભારે ડર બતાવ્‍યા બાદ રૂા. ૧૦ લાખની માંગણી કરવા સાથે અલગ-અલગ જગ્‍યાએ ફેરવી આઘેડના ખિસ્‍સામાં રહેલા ઉઘરાણીના રૂા. ૧ લાખ બળજબરીથી કાઢી લીધા બાદ રૂા. ૩ લાખ આપવાની આઘેડ પાસે હતાં.  પડાવ્‍યા બાદ વિડીયો ઉતારી ગુનો આચર્યો હતો.

પાટણ એલ.સી.બી.પી.આઇ. આર.કે. અમીન, પો.સ.ઇ.એ.કે. ખોડલીયા, કે.બી.દેસાઇ, સહિત ટીમના માણસો ગુન્‍હાનો ભેદ ઉકેલવા કામે લાગ્‍યા હતા.

ટોળકી પૈકીના પાંચ આરોપીઓ સંજયજી સોમાજી ઠાકરો રહે. વામૈયા, મંગાજી બચાજી ઠાકરો રહે. વામૈયા, અનિલ ઉર્ફે ભુરાભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે. વાગડોદ રાજપુત હિંમતસિંહ જવાનસિંહ રહે. ચારૂપ અને જોષી પુજાબેન સંજયકુમાર રહે ભોલેનાથ સોસાયટી પાટણના ૪.૬૧ લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છ.ે

જયારે ઠાકોર નવઘણજી દેવાજી રહે. વૈમૈયા અને ઠાકરો વામનજી ભેમાજી રહે. હાજીપુરવાળાઓને પકડવાના બાકી છે.

(4:36 pm IST)