Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગોપાલ સ્‍નેકસ દ્વારા કાલે ૧૯માં સમુહલગ્નઃ ૨૫ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે

રાજકોટઃ એફ.એમ.સી.જી ક્ષેત્રે જાણીતું નામ ગોપાલ નમકીન વ્‍યવસાયની સાથોસાથ સામાજીક દાયીત્‍વ પણ નિભાવી રહયુ છે. કાલે તા.૫ને રવિવારે રાધિકા પ્‍લોટ, નવો ૧૫૦ ફુટ રીંગરોડ, સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ કોર્નર રોડ, ઠાકર હોટલ સામે, રાજકોટ ખાતે ૨૫ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

ગોપાલ સ્‍નેકસ પ્રા.લી. અને શિવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે યોજાનારા ૧૯માં સમુહલગ્નમાં ભાગ લેનાર તમામ દિકરીઓને ઘરવખરીની જરૂરી તમામ ચીજવસ્‍તુઓ જેવીકે સોનાની બુટી, સોનાની ચુક, ચાંદીના મંગલસુત્ર, ચાંદીના સાંકળા, સહીતની ચીજવસ્‍તુ કરીયાવરમાં આપવામાં આવશે

આ સમુહલગ્નમાં હાજરી આપવા ગોપાલ સ્‍નેકસ પ્રા.લી.ના સંચાલક શ્રી બિપીનભાઇ હદવાણી અને શ્રીમતી દક્ષાબેન હદવાણી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.(

(4:35 pm IST)