Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગોલ્‍ડન બેબી લિગ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનો કાલે ફાઈનલ મુકાબલો

બાલાજી વેફર્સ કલબ

રાજકોટઃ ડિસ્‍ટ્રીકટ ફુટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા બાલાજી વેફર્સ કપ ગોલ્‍ડન બેબી લિગ ફુટબોલ ટુર્નામેન્‍ટ-૨૦૨૩નું અન્‍ડર-૮, અન્‍ડર-૧૦ તથા અન્‍ડર-૧૨ ગ્રુપમાં બેબી લિગ ફુટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન રેસકોર્સ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ. આ ટુર્નામેન્‍ટના ફાઈનલ મેચ કાલે તા.૫ રવિવારે બપોરે ૩:૩૦ કલાકે રમાડવામાં આવશે. બાદ ઈનામ વિતરણ સમારોહ યોજાશે.

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ગુણુભાઈ ડેલાવાળાની આગેવાની હેઠળ એસોસિએશનના હોદ્દેદારો ડી.વી.મહેતા, મુકેશ બુંદેલા, બી.કે. જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, લાલસિંહ ચૌહાણ, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, રોહીત પંડીત, સિધ્‍ધાર્થ લોટીયા, મેલ્‍વીન રોડ્રીકલ, દિપ રાજગોર, દિપક યશવંત, અક્ષય પટેલ અને અંકિત જવલકોટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

(4:33 pm IST)