Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

બ્રહ્મદેવ સમાજના હોદેદારોની વરણી

રાજકોટ તા. ૪ : વેદમાતા ગાયત્રીધામ મંદિરે બ્રહ્મદેવ સમાજની મીટીંગ મળી જતા વોર્ડ વાઇઝ હોદેદારોની નિમણુંક જાહેર કરાઇ હતી.

જેમાં મિલનભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ શહેર પ્રમુખ વિપુલભાઇ જાનીના નેતૃત્‍વમાં ટીમનું વિસ્‍તૃતીકરણ કરાતા શહેર સંગઠન મંત્રી તરીકે ગોરધનભાઇ બામટા અને અલ્‍પેશભાઇ રવીયા તેમજ ખજાનચી તરીકે જયદેવભાઇ વ્‍યાસ, મીડિયા કન્‍વીનર તરીકે રમેશભાઇ મહેતા, ઉપપ્રમુખ તરીકે જેકીભાઇ ઠાકર, સહમંત્રી તરીકે કૌશિકભાઇ વ્‍યાસની નિમણુંક કરાઇ હતી.

વોર્ડ નં. ૧૨ માં પ્રમુખ તરીકે પ્રતાપભાઇ વ્‍યાસ, સંગઠન મંત્રી તરીકે રમેશભાઇ શીલુ, કેતનભાઇ દવે, રમેશભાઇ રવિયા, નિલેશભાઇ મહેતા, ગીરીશભાઇ જોશી, વિષ્‍ણુભાઇ રાવલ, ઉમેદભાઇ પંડયા, જયેશભાઇ જોષી, સુનિલભાઇ ભટ્ટ, કેતનભાઇ દવે, ભાનુપ્રસાદભાઇ, રમણીકભાઇ રવિયા, દિપકભાઇ મહેતા, તુલજાશંકરભાઇ સાંકળીયા, પ્રવિણભાઇ જોશી, જગદીશભાઇ ભટ્ટ સહીતનાની નિમણુંક કરેલ. યુવા ટીમ પ્રમુખ તરીકે પ્રિતેશભાઇ શીલુ, યુવા ટીમ સંગઠન મંત્રી તરીકે અશોકભાઇ સાંકળીયા, જતીનભાઇ મહેતા, મયુરભાઇ જોશી, શૈલેષભાઇ પુરોહીત, આશીષભાઇ જોશી, મહેન્‍દ્રભાઇ તેરૈયા, નૈમિષભાઇ જોશી, રવિભાઇ દવે, ઇલેશભાઇ સહીતનાની નિમણુંક કરવામાં આવેલ.

વોર્ડ નં. ૧૮ માં વરીષ્‍ઠ ટીમ પ્રમુખ તરીકે શૈલેષભાઇ બોરીસાગર, સંગઠન મંત્રી તરીકે કપિલભાઇ રાજયગુરૂ, યવા ટીમ પ્રમુખ તરીકે હિમાંશુભાઇ રાજયગુરૂ, ભીખુભાઇ ત્રિવેદી, શશીકાંતભાઇ જોશી, મનોજભાઇ ત્રિવેદી, જયેશભાઇ ઠાકર, અરવિંદભાઇ મહેતા, ચિરાગભાઇ બોરીસાગર, દીલીપભાઇ તેરૈયા, કપીલભાઇ રાજયગુરૂ, ભરતભાઇ મહેતા, અશોકભાઇ માલાણી, જગદીશભાઇ ધ્રાંગડ, મનોજભાઇ શર્મા, ભાવેશભાઇ પંડયાની નિમણુંક કરાઇ હતી. જયારે સંગઠન મંત્રી તરીકે જીતેનભાઇ જોષી, મહામંત્રી તરીકે ધ્રુવીનભાઇ જયોતિષી અને કલ્‍પેશભાઇ બામટા, મેહુલભાઇ જોશી, દિપેશભાઇ પંડયા, રજનીભાઇ મહેતા, જયભાઇ ભટ્ટ સહીતનાની નિમણુંક કરાઇ હતી. તેમ બ્રહ્મદેવ સમાજના શહેર પ્રમુખ વિપુલભાઇ જાનીની યાદીમાં જણાવાયુ છે.

(3:58 pm IST)