Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

આજીડેમ ચોકડી વિસ્‍તારમાં ફુડ શાખાના દરોડા : ૨૦ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૧૨ને સુચનાઃ ૩ નમૂન લેવાયા

રાજકોટ :  મહાનગરપાલીકાના ફુડ વિભાગ દ્વારા માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્‍તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૨ વેપારી લાયસન્‍સ મેળવવા તથા હાઇજિનિક કન્‍ડિંશન જાળવવા બાબતે સુચના આપવામાં આવેલ. જેમાં ઉપયોગમા લેવાતા ખાદ્ય તેલ, મસાલા, બેકરી પ્રોડક્‍ટસ, ડેરી પ્રોડક્‍ટસ વગેરેના કુલ ૧૭ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરી હતી. આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ -૨૦૦૬ હેટળ 'DAIRY CRAFT SALTED BUTTER (FROM 500 GM. PACK)અદિતિ એન્‍ટરપ્રાઇઝ શોપ નં. ૬૧,૬૨, સોજીત્રાનગર માર્કેટ, ગોલ્‍ડન સુપર માર્કેટ સામે, 'NUTRALITE YUMMY VEGETABLE FAT SPREAD (100 GM. PACK)' સ્‍થળ : હેરીટેજ માર્કેટીંગ શેરી નં. ૮ કોર્નર, બરસાના સામે, લક્ષ્મીનગર મેઇન રોડ ખાતે તથા રેડ વેલ્‍વેટ કેક (લુઝ) કેક ફોરેસ્‍ટ એટીમ', પિનાકલ બિલ્‍ડીંગ શોપ નં. ૯, કોટેચા ચોક કાલાવડ રોડ ખાતેથી કુલ ત્રણ નમૂના લેવામાં આવ્‍યા છે.

(3:56 pm IST)