Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

દુધ ઉત્‍પાદનમાં રાજકોટના પશુપાલક ભરતભાઇ ડાંગર તાલુકા કક્ષાએ પ્રથમ

દૈનિક ૩૬ લીટર દુધ આપતી તેમની ગાય પણ પ્રથમ સ્‍થાને

રાજકોટ તા. ૪ : વિભાગીય સંયુકત પશુપાલન નિયામક દ્વારા રાજકોટના ૮૦ ગાયોનો સમૃધ્‍ધ તબેલો ધરાવતા ભરતભાઇ રાણાભાઇ ડાંગરને વર્ષ ૨૦૨૧-૨૨ ના શ્રેષ્‍ઠ પશુપાલક તરીકે તાલુકા ક્‍ક્ષાએ પ્રથમ જાહેર કરવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

દરમિયાન વધુ દુધ ઉત્‍પાદનની હરીફાઇમાં પણ તેમની ગાયે દૈનિક ૩૬,૬૦૦ કિલોગ્રામ દુધ આપી પ્રથમ નંબર મેળવતા ખુશી બેવડાઇ છે.

તેઓ કહે છે ૭ ગાયોથી અમે ડેરી ફાર્મ શરૂ કરેલ અને આજે ૮૦ ગાયો ધરાવીએ છીએ. હાલ પપ ગાયો દુધ આપી રહી છે. સવાર સાંજનું મળી ૯૦૦ લીટર દુધ ભરતુ હોવાનું યાદીના અંતમાં ભરતભાઇ ડાંગર (મો.૯૯૦૪૮ ૨૩૪૪૫) એ જણાવ્‍યુ છે.

(3:54 pm IST)