Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સર્વોદય સ્કૂલમાં પ્રેરણાત્મક સંવાદ

 સર્વોદય સ્કૂલના ધો. ૧ર સાયન્સ એન્ડ કોમર્સ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષામાં કઇ રીતે સુંદર અને શ્રેષ્ઠ દેખાવ કરી શકાય તે માટે 'પ્રેરણાત્મક સંવાદ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત, નિર્દેશક પૂ. અપૂર્વમુની સ્વામી તથા પૂ. અક્ષરપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહી આર્શીવચન આપ્યા હતા. આ સમારોહમાં સંસ્થાનાં ટ્રસ્ટી ગૌરવભાઇ પટેલ, એકેડેમિક હેડ કમલેશભાઇ ત્રિવેદી, અક્ષ ગાજીપરા, રાજ ભિમાણી, સાયન્સ વિભાગના વિભાગીય વડા ડો. નીતિનભાઇ જોશી, કોમર્સ વિભાગના વિભાગીય વડા મનોજભાઇ તળપદા, અંગ્રેજી વિભાગના વિભાગીય વડા કુમુદબેન ગોહિલ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ.

(4:17 pm IST)