Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બેન્ક સિકયુરીટાઇઝેશન એકટ હેઠળ ૯II કરોડની રીકવરી અંગે કલેકટર દ્વારા ફટકારાતી નોટીસઃ ૧૦ દિ'નો સમય અપાયો

પડધરીની આર્યન બીડસ પ્રા.લી. સહિત કુલ ૮ આસામીઓ ઝપટેઃ રાજકોટ નાગરીક બેંકની કરોડોની બાકી

રાજકોટ તા. ૪ : રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ બેન્ક સિકયુરીટ ટાઇમેશન એકટ હેઠળ એક કંપની અને તેના ૭ થી૮ આસામી સામે ૯II કરોડ આસપાસની બેંકની બાકી બોલતી હોય તેની રીકવરી પ્રશ્ને નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ નોટીસ બાદ ૧૦ દિવસનો સમય અપાયો છે.રાજકોટ નાગરીક સહકારી બેન્કની ૯II કરોડની રીકવરી આર્યન બીડસ પ્રા.લી. પ્લોટ નં. ર-સર્વે નં.રર૩-પટેલનગર-પડધરી અને તેના માલીકોની બાકી બોલતી હોય તમામ સામે રીકવરી અંગે નોટીસો કઢાયાનું કલેકરટ કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું.

આ આસામીઓ-પાર્ટીમાં (૧) મે. આર્યન બીડસ પ્રા.લી.પ્લોટ નં.ર, સર્વે નં. રર૩, પટેલનગર, એસ્સાર પેટ્રોલ પંપ સામે, પડધરી બાય-પાસ, પડધરી, (ર) તળપદા શૈલેષભાઇ હંસરાજભાઇ, પ્લોટ નં.ર, સર્વે નં.રર૩, પટેલનગર, એસ્સાર પેટ્રોલ પંપ સામે, પડધરી બાય-પાસ, પડધરી, (૩) ત્રાપસીયા રોહીતભાઇ જીવરાજભાઇ, પ્લોટ નં.ર, સર્વે નં.રર૩, પટેલનગર, એસ્સાર પેટ્રોલ પંચ સામે, પડધરી બાય-પાસ, પડધરી, (૪) નોંધણવદરા મહેશભાઇ તેલસીભાઇ, ''ગાયત્રીકૃપા'', ગોકુલનગર શેરી નં.પ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટનો સમાવેશ થાય છ.ે આ ઉપરાંત (પ) તળપદા રજનીકાંત હંસરાજભાઇ, મુકામ-મોવૈયા, તાલુકો-પડધરી, જીલ્લા રાજકોટ, (૬) તળપદા ડાહીબેન હંસરાજભાઇ, ગામ મોવૈયા, તાલુકો-પડધરી, (૭) ત્રાપસીયા લાભુબેન જીવરાજભાઇ, રહે. કસ્તુરબાધામ (ત્રંબા), બસ સ્ટેન્ડ પાછળ, ત્રંબા, (૮) ત્રાપસીયા ભરતભાઇ જીવરાજભાઇ, રહે. કસ્તુરબાધામ, બસ સ્ટેન્ડ પાછળ, ત્રંબાનો સમાવેશ થાય છ.ે

જેમાં પાર્ટીને ધી સીકયુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એર્ન્ફોમેન્ટ ઓફ સીકયુરીટી ઇન્ટરેસ્ટ એકટ-ર૦૦ર તળે સીકયોર્ડ એસેટનો કબ્જો લેવા બાબત અંગે ચેતવણી પણ અપાઇ છે.

(4:16 pm IST)