Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ફી વધારાની દરખાસ્ત ન કરનાર સ્કુલોની યાદી બહાર પાડવા વાલી મંડળની માંગણી

ફી નિયમન એકટનો અમલ કરવાની સ્પષ્ટતા કરવા ડીઇઓની રજુઆત

રાજકોટ, તા., ૪: ગુજરાત સરકારે શાળઓ માટે ફી વિધેયક બનાવ્યું હતું જેને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઠેરવી વાલી અને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાની અમલવારી માટે વાલી મંડળ દ્વારા રજુઆતો થઇ હતી.

વાલી મંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધીકારીને રજુઆત કરી જણાવ્યું છે કે રાજકોટ શહેર જિલ્લામાં રાજય સરકારના ફી નિર્ધારણ કાયદા સામે હાઇકોર્ટમાં જનારી મોટી ખાનગી શાળાઓને હાઇકોર્ટે રાહત ન આપતા દરખાસ્ત ન કરનારી પ્રાથમીક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહીતી આપવા માંગ કરી છે.

વાલી મંડળે રજુઆત કરી છે કે ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર ફી નિર્ધારણ કાયદા અન્વયે ફી નિર્ધારીત કરેલ છે. તેનો અમલ ચાલુ સત્રમાં જ થવાનો શિક્ષણમંત્રીએ આદેશ આપેલ છે. ચાલુ સત્રની ર૦૧૭-૧૮ દરમિયાન વસુલેલ વધુ ફી પરત મજરે આપીને ફી નિર્ધારણ કાયદાનો ચુસ્ત અમલ કરવાનો આપેલ સુચનાનો અમલ કરવા અપીલ કરી છે.

વાલી મંડળની રજુઆતમાં પ્રો. જયેશ વ્યાસ, રમેશભાઇ ધકાણ, સોજીત્રાભાઇ, હિરેનભાઇ પોપટ, શશીકાંતભાઇ કંસારા, રાજુભાઇ કીયાડા સહીતના જોડાયા હતા.

(4:14 pm IST)