News of Thursday, 4th January 2018

રૂ.સાડાત્રણની લોન લઇને આપેલ ચેક પાછો ફરતા ફાયનાન્સ કંપની દ્વારા ફરિયાદ

રાજકોટ તા.૪: રાજકોટ શહેરમાં સ્વામીનારાયણ ચોક પાસે, કૃષ્ણનગરમાં રહેતા જેસલ નવીનભાઇ હીન્ડોચાએ માધવ ફાયનાન્સમાંથી લીધેલ લોન પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ કરતા તે કેસમાં આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ રાજકોટના મહે.એડી.ચીફ. જયુડી. મેજીએ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, ગાયત્રીનગર મેઇન રોડ પર માધવ ફાયનાન્સના નામે ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલે રાજકોટના સ્વામીનારાયણ ચોક પાસે, કૃષ્ણનગરમાં રહેતા જેસલ નવીનભાઇ હીન્ડોચા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે, તહોમતદારને પોતાના ધંધાના અંગત ઉપયોગ માટે મુડીની જરૂરીયાત હોવાથી માધવ ફાયનાન્સમાંથી રકમ રૂ.૩,૫૦,૦૦૦ની લોન લીધેલ, જે ફાયનાન્સ કંપનીની લોનની આરોપી પાસેથી કાયદેસરની લેણી નીકળતી રકમ રૂ.૩,૫૦,૦૦૦ ફરીયાદી કંપનીને પરત ચુકવવા તહોમતદારે તેઓની બેન્કનો ફરીયાદ ફાયનાન્સ જોગનો ચેક લખી આપેલ.

આ ચેક રીટર્ન થતા તેની જાણ તહોમતદારને કરતા તહોમતદારે યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુતર આપવાના બદલે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળી જવા છતા ઓફીશ્યલ પીરીયડમાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ તહોમતદાર વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી દસ્તાવેજી પુરાવો રજુ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરનો પુરાવો જોતા તહોમતદારે ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે પ્રથમદર્શનીય ગુનો આચરેલનું ફલિત થતુ હોય, તેથી તહોમતદાર વિરૂધ્ધ કાર્યવાહી કરી યોગ્ય નશ્યતે પહોંચાડવા કરેલ રજુઆતો ગ્રાહય રાખી આરોપીને અદાલતમાં કેસમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી માધવ ફાયનાન્સ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, કૈલાશ  જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(4:13 pm IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST