Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વોર્ડ નં. ૧૭ના વિવિધ કામોનો બજેટમાં સમાવેશ કરોઃ રજૂઆત

કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૪ :.. શહેરના વોર્ડ નં. ૧૭ ના વિવિધ કામોનો આગામી બજેટમાં સમાવેશ કરવા કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા એ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીને પાત્ર  પાઠવી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે. આ અંગે ઘનશ્યામસિંહએ પાઠવેલ પત્રમાં  જણાવ્યું હતું કે, ભારતીનગર, આનંદનગર, ન્યુ સુભાષનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇન નાખવા આશાપુરા ચોકડી અને કોઠારીયા ચોકડી વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં ઘનશ્યામનગર કોઠારીયા મેઇન રોડ બુરી ફરતી ફેન્સીંગ કરવી, વોર્ડ નં. ૧૭ માં કોઠારીયા મેઇન રોડ ઉપર સહકાર મેઇન રોડ ઉપર ૮૦ ફુટ મેઇન રોડ પારડી મેઇન રોડ પર બન્ને બાજુમાં નવી  ફુટપાથ કરવી તેમાં પેવિંગ બ્લોક નાખવા, પારડી રોડ ઉપર કોમ્યુનીટી રોડની બાજુમાં કોર્પોરેશનના ખાલી પ્લોટમાં લોક ઉપયોગી માટે છોકરાઓના રમત ગમત માટે વોલીબોલ ગ્રાઉન્ડ અને બાળકોના રમત ગમત સાધનો મુકવા, સહિતના કામો આગામી બજેટમાં સમાવેશ માટે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.(પ-ર૭)

(4:03 pm IST)